આપણા અનંત જન્મો મટાડી દીધા. અહા, ગુરુદેવના ઉપકારની શી વાત!
તેઓ સ્વયં આરાધનાની ધૂન જગાડી, આપણને પણ નિરંતર
આરાધનાના ઉપદેશરૂપી અમૃતનું પાન કરાવી રહ્યા છે. અરે, તરસ્યાને
ટાઢું નિરંપર પાણી પાનાર પ્રત્યે પણ ઉપકારવૃત્તિ જાગે છે તો આપણને
આરાધનાના ઉપદેશરૂપી શાંતજળનું પાન કરાવનાર અને અનંતકાળની
મોહતૃષા મટાડનાર એવા ગુરુદેવના ઉપકારની શી વાત! ભવોભવમાં એ
ઉપકાર કેમ ભૂલાય?
ધર્માત્માઓ પ્રત્યે આત્માર્થીના હૃદયમાં ભક્તિના ઝરા વહે છે. પરમ
ઉપકારી ગુરુદેવના મંગલ જન્મોત્સવ પ્રસંગે આપણે ભાવના ભાવીએ
કે શત–શત વર્ષો સુધી તેઓ આપણને આનંદામૃતનું પાન કરાવ્યા કરો
ને તેઓશ્રીની મંગલછાયામાં શુદ્ધ ચૈતન્યની આરાધના આપણે પ્રાપ્ત
કરીએ