આત્માને ધર્મનો રંગ ચડાવે છે. સૌને આ પુષ્પમાળા ગમશે. –સં.
૧. ધર્માત્માનું જીવન સમ્યક્ત્વરૂપી અમૂલ્ય રત્નવડે અલંકૃત છે.
૨. ધર્માત્મા સર્વજ્ઞપરમાત્માને ઓળખીને જિનેશ્વરનંદન થયા છે.
૩. ધર્માત્મા આનંદમય મોક્ષમાર્ગમાં કેલિ કરે છે.
૪ ધર્માત્માનું સમ્યગ્જ્ઞાન એ કેવળજ્ઞાનની જ જાતનું છે.
પ. ધર્માત્મા જ સિદ્ધપરમાત્માના અતીન્દ્રિય આનંદને જાણે છે.
૬. ધર્માત્મા અનંત શક્તિસંપન્ન નિજવૈભવને જાણીને ધ્યાવે છે.
૭. ધર્માત્માને જ દેવ–ગુરુની સમ્યક્ ભક્તિ ખીલે છે.
૮. ધર્માત્મા જ મુનિધર્મના સાચા ઉપાસક હોય છે.
૯. ધર્માત્માનો સંગ મુમુક્ષુને આરાધનાનો ઉત્સાહ જગાડે છે.
૧૦. ધર્માત્માની સાચી ઓળખાણ જીવોને પરમ દુર્લભ છે.
૧૧. ધર્માત્મા પ્રત્યેની અર્પણતા સંસારનાં દુઃખને છેદી નાંખે છે.
૧૨ ધર્માત્મા જ્યાં બિરાજે છે ત્યાં નિત્ય આનંદ મંગળ વર્તે છે.