૧૩ ધર્માત્માના અંતરમાં પંચપરમેષ્ઠીનો વાસ છે.
૧૪ ધર્માત્માના હૃદયમાંથી નીકળેલી વાણી એ જ શાસ્ત્ર છે.
૧પ ધર્માત્માની પરિણતિ પરભાવથી છૂટીને નિજભાવમાં મગ્ન છે.
૧૬ ધર્માત્મા વગર ધર્મ નથી; ધર્મ ધર્માત્માના આશ્રયે છે.
૧૭ ધર્માત્મા પ્રત્યે જેને ભક્તિ નથી તેને ધર્મનો પ્રેમ નથી.
૧૮ ધર્માત્મા તેનું નામ કે જે અંતરમાં નિજ વસ્તુસ્વભાવને સાધે.
૧૯ ધર્માત્મા જ્યાં બિરાજે તે દેશને, તે નગરને, તે ઘરને ધન્ય છે.
૨૦ ધર્માત્મા લાખો–કરોડો જીવોની વચ્ચે એકલો પણ શોભે છે.
૨૧ ધર્માત્માની શોભા ને મહત્તા સંયોગથી નહિ પણ સમ્યક્ત્વાદિથી છે.
૨૨ ધર્માત્માએ સર્વજ્ઞપરમાત્માને પોતાના હૃદયમાં પધરાવ્યા છે.
૨૩ ધર્માત્માનું જીવન મુમુક્ષુને આત્મહિતની પ્રેરણા આપે છે.
૨૪ ધર્માત્માને દેખતાં મુમુક્ષુના હૃદયમાં આત્મહિતના તરંગો ઉલ્લસે છે.
૨પ ધર્માત્માનો નીકટ સહવાસ મહાન સદ્ભાગ્યથી પ્રાપ્ત થાય છે.
૨૬ ધર્માત્માનું જીવન એ જ સાચું અભિનંદનીય જીવન છે.
૨૭ ધર્માત્મા પ્રત્યે ભક્તિથી મુમુક્ષુના અસંખ્યપ્રદેશ રોમાંચિત બને છે.
૨૮ ધર્માત્માના જીવનની પ્રત્યેક ક્ષણ આત્મહિત માટે વીતી રહી છે.
૨૯ ધર્માત્માની પરિણતિ ક્ષણેક્ષણે સંસારને છેદી રહી છે.
૩૦ ધર્માત્માની પરિણતિ પ્રત્યેક ક્ષણે મોક્ષ તરફ દોડી રહી છે.
૩૧ ધર્માત્મા કહે છે કે તું આત્માર્થને સાધવાની ધૂન જગાડ.
૩૧ ધર્માત્મા જેમાં આત્માર્થ ન સધાય એવા પ્રસંગમાં અટકે નહીં.
૩૨ ધર્માત્મા અધ્યાત્મની ધૂન વડે અંતરમાં પોતાનો માર્ગ શોધી લે છે.
૩૩ ધર્માત્માના પ્રબળ ધર્મસંસ્કાર કોઈ પણ સંયોગમાં છૂટતા નથી.
૩૪ ધર્માત્મા જગતની દરકાર છોડીને આત્માને સાધે છે.
૩પ ધર્માત્મા પોતાના આત્મહિતના પંથે નિઃશંકપણે ચાલી રહ્યા છે.
૩૬ ધર્માત્માનું ધર્મવાત્સલ્ય અજોડ અને આશ્ચર્યકારી હોય છે.