: વૈશાખ : ૨૪૯૨ આત્મધર્મ : ૬૭ :
પરદેશનો પત્ર
આફ્રિકા–મોમ્બાસાથી ભાઈશ્રી ભગવાનજીભાઈ–જેઓ ત્યાંના મુમુક્ષુમંડળના
ઉત્સાહી પ્રમુખ છે, તેઓ આત્મધર્મ પ્રત્યે પ્રમોદ વ્યક્ત કરતાં લખે છે કે–“આત્મધર્મમાં
હાલમાં નવા નવા વિષયો ઉમેરીને જે રસમય બનાવી રહ્યા છો તે વાંચતાં ઘણો જ
આનંદ આવે છે. અમો અહીં હજારો માઈલ દૂર બેઠા ગુરુદેવના તાજા પ્રવચનોનો સાર
વાંચીને સાક્ષાત્ રૂબરૂ જ સાંભળતા હોઈએ તેવા ભાવ ઊછળે છે; તે ઉપરાંત
બાલવિભાગ અને ખાસ કરીને પ્રશ્નોતરના રહસ્ય નવીન જ લાગે છે. જાણે કે ગુરુદેવના
અંતરંગસ્વભાવના ભાવોનું ઘોલન કરીને પી રહ્યા હોય, એવા લખાણ વાંચતા તૃપ્તિ જ
થતી નથી. તમે ભાગ્યશાળી છો કે આવા રહસ્યોનું ઘોલન કરીને સત્યપુરુષની વાણીનું
અમૃત પી રહ્યા છો. અમને જલદી દેશમાં આવીને ગુરુદેવના સત્સમાગમનો લાભ
લેવાની તીવ્ર ઝંખના રહ્યા કરે છે.”
(લેખ મોકલનાર બંધુઓને–)
બહારથી કેટલાક ભાઈઓના લેખો–કાવ્યો વગેરે મળ્યા છે, ને બીજા કેટલાક હજી
લખીને મોકલવાનું જણાવે છે. આવેલા લખાણોમાંથી જે ઉપયોગી હતું તે લીધું છે;
બાકીનું આત્મધર્મની શૈલીને અનુરૂપ ન હોવાથી છોડી દીધું છે. લખાણ મોકલનારા
બંધુઓની આત્મધર્મ પ્રત્યેની લાગણી બદલ આભાર.
ભુપેન્દ્ર અમુલખ જૈન (જોરાવરનગર)
આપનો પત્ર મળ્યો; આપે લખેલ “પત્ર યોજના” લક્ષમાં છે; પરંતુ બાળવિભાગ
સંપૂર્ણ વ્યવસ્થિત થઈ જાય ત્યાર પછી જ નવી યોજના હાથમાં લઈ શકાય.
બાલવિભાગની હજી તો શરૂઆત જ ગણાય. ગુરુદેવના જન્મોત્સવ સંબંધી આપે
ભક્તિ–ભાવના વ્યક્ત કરી તે યોગ્ય છે. જન્મોત્સવ આનંદથી ઉજવાઈ રહ્યો છે.
(સૂચના: કેટલા ભાઈઓ પત્રના જવાબ માટે સાથે ટિકિટ બીડે છે; તે
મોકલવાની જરૂર નથી. જવાબ લખવા જેવા દરેક પત્રનો જવાબ (પોસ્ટે જ મોકલ્યા
વગર પણ) લખાય જ છે.
જ્યોતીન્દ્ર જૈન (વઢવાણ)
તમારા ગાયનનો રાગ આત્મધર્મમાં ન ચાલે.
“એકડેએક....” વિભાગ હવે પછી આપશું.
ભીમસેન સોનગઢમાં આવ્યા હશે?
જી હા; કેમકે તેઓ મુનિ થયા પછી શત્રુંજય ઉપર પધાર્યા હતા ત્યારે તેમના
પુનિત પગલાંથી અમારા સોનગઢનું ક્ષેત્ર પણ પાવન થયું હશે; શત્રુંજય જવાનો રસ્તો
સોનગઢથી જ પસાર થાય છે; એટલે પાંચ પાંડવ મુનિવરોના પુનિત પગલા સોનગઢની
ભૂમિમાં થયા હશે.–તે ભીમ વગેરે પાંચે ભગવંતોને નમસ્કાર.