Atmadharma magazine - Ank 271
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 75 of 81

background image
: ૬૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૨

આ લખાય છે ત્યારે સોનગઢમાં પૂ. ગુરુદેવની ૭૭મી જન્મજયંતિના
ઉત્સવની અનેકવિધ ઉલ્લાસકારી તૈયારીઓ ચાલી રહી છે. આ જન્મોત્સવના
ઉલ્લાસપ્રસંગે પૂ. બેનશ્રી ચંપાબેન અને પૂ. બેન શાન્તાબેન તરફથી
સિદ્ધચક્રમંડલવિધાન ઘણા ભક્તિભાવથી રાખવામાં આવેલ, તે ચૈત્ર વદ ૮ થી શરૂ
કરીને અમાસે આનંદપૂર્વક પૂર્ણ થયું. સોનગઢમાં આ ચોથી વખત સિદ્ધચક્રવિધાન થયું.
સિદ્ધચક્રવિધાનનું પૂજન કરતી વખતે સિદ્ધભગવંતોના ગુણોની હારમાળાથી સાધકોનું
હૃદય એવું પ્રસન્ન થતું હતું કે જાણે સિદ્ધભગવંતોની વચ્ચે જ બેઠાં હોય.....ને સિધ્ધોને
નજરે નીહાળતાં હોય?
ચૈત્ર સુદ દસમે માનસ્તંભની પ્રતિષ્ઠાનો વાર્ષિક દિવસ ઉજવાયો હતો; તથા
ચૈત્ર સુદ તેરસે મહાવીર જયંતિનો કલ્યાણકદિવસ પણ આનંદથી ઊજવાયો હતો. તે
દિવસનું પ્રવચન શ્રી હીરાભાઈના મકાનમાં હતું–જ્યાં ગુરુદેવ પહેલા રહેતા અને સં.
૧૯૯૧ માં ચૈત્ર સુદ તેરસે જ્યાં પરિવર્તન કરીને શુદ્ધ દિગંબર જૈન આમ્નાય પ્રસિદ્ધ કરી
હતી.
સોનગઢમાં જન્મજયંતિ બાદ–વૈશાખ સુદ ૪ તા. ૨૪–૪–૬૬ ને રવિવારના
રોજ પૂ. ગુરુદેવ રાજકોટ પધારશે. ત્યાં તા. ૧–પ–૬૬ ના રોજ માનસ્તંભ અને
સમવસરણ મંદિરનો વાર્ષિક–પ્રતિષ્ઠા દિન છે. રાજકોટ ૧પ દિવસ રહી તા. ૯–પ–૬૬ ને
સોમવારે ગુરુદેવ સોનગઢ પધારશે.
વીંછીયા (સૌરાષ્ટ્ર) માં ફાગણ સુદ સાતમે જિનમંદિરની પ્રતિષ્ઠાની વર્ષગાંઠ
ઉત્સાહ– પૂર્વક ઉજવાઈ હતી. તથા અષ્ટાહ્નિકામાં સિદ્ધચક્રવિધાન આનંદપૂર્વક થયું હતું.
આ ઉપરાંત રાજકોટમાં ફાગણ સુદ ૧૨, મોરબીમાં ચૈત્ર સુદ ૨ અને વાંકાનેરમાં ચૈત્ર
સુદ ૧૩ વગેરે સ્થળે જિનમંદિરની વર્ષગાંઠના દિવસો આનંદપૂર્વક ઉજવાયા હતા.