Atmadharma magazine - Ank 272
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 65

background image
: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૯ :
ડગતો નથી......ને અંતે વિદ્યાને સાધે છે. વિદ્યા સાધવા માટે ધ્યાનની આવી એકાગ્રતા
છે. જુઓ, સાધારણ લૌકિક વિદ્યા સાધવા માટે પણ આટલી દ્રઢતા, તો આત્માને
સાધવા માટે કેટલી દ્રઢતા હોય!! શાસ્ત્રકાર તો કહે છે કે અહો! જેવી ધ્યાનની દ્રઢતા
આ વિદ્યા સાધવા માટે કરી તેવી દ્રઢતા જો મોક્ષને માટે આત્મધ્યાનમાં કરી હોત તો
ક્ષણમાં તે આઠે કર્મો ભસ્મ કરીને કેવળજ્ઞાન અને મોક્ષદશાને પામી જાત. આ રીતે
આત્મામાં એકાગ્રતાના અભ્યાસવડે પરમ સમાધિ થાય છે.
અહા, મુનિઓ સંસારની મમતા છોડીને આત્મામાં એકાગ્રતાવડે નિજપદમાં ઝુલે
છે, તેમને પરમ સમાધિ વર્તે છે. સિંહ ભલે શરીરને ફાડી ખાતો હોય કે શાંત થઈને
ભક્તિથી જોતો હોય–પણ મુનિને સમભાવરૂપ સમાધિ છે. સમ્યગ્દ્રષ્ટિને ચૈતન્ય
સ્વભાવની વીતરાગીદ્રષ્ટિ થઈ છે તેટલી સમ્યગ્દર્શનરૂપ સમાધિ છે, પણ જેટલા રાગદ્વેષ
છે તેટલી અસમાધિ છે, તેટલી શાંતિ લૂંટાય છે. અજ્ઞાનીને તો વીતરાગી સમભાવના
પરમ સુખની ખબર જ નથી, તેણે સમાધિ સુખ ચાખ્યું નથી.
અહા, મોક્ષને સાધનારા મુનિઓની સમાધિની શી વાત! મોટા મોટા રાજકુમારો
પણ મુનિઓની એવી ભક્તિ કરે કે અહા! ધન્ય! ધન્ય! તારા અવતાર! આપ મોક્ષને
સાધી રહ્યા છો. તિષ્ઠ તિષ્ઠ કહીને આમંત્રણ કરે અને પગ લૂછવા માટે બીજું વસ્ત્ર ન
હોય ત્યાં તે રાજકુમાર પોતાના ઉત્તમ વસ્ત્રથી તે મુનિના ચરણ લૂછે છે. આવી તો
ભક્તિ! તે રાજકુમાર પણ સમકિતી હોય. હજી તો પચીસ વર્ષની ઊગતી જુવાની હોય
છતાં ગુણના ભંડાર હોય ને વૈરાગ્યના રંગે રંગાયેલા હોય.....અહો! અમે આવા મુનિ
થઈએ એ દશાને ધન્ય છે!! દેહને સ્વપ્નેય પોતાનો માનતા નથી.
શ્રેણીકરાજા ક્ષાયિક સમકિતી હતા....તેઓ પોતાના રાજભંડારના રત્નોને તો
પત્થર સમાન માનતા હતા, ને મુનિઓના રત્નત્રયને મહા પૂજ્ય રત્ન માનીને તેમનો
આદર કરતા હતા. યોગી–મુનિઓના અતીન્દ્રિય આનંદ પાસે વિષયભોગોને વિષ જેવા
માનતા હતા. “ભગવાન પધાર્યા” એવી વધામણી જ્યાં માળીએ આપી ત્યાં એક
રાજચિહ્ન સિવાય શરીર ઉપરના કરોડોની કિંમતના બધા દાગીના તેને વધાઈમાં આપી
દીધા....ને સિંહાસન ઉપરથી તરત ઊભા થઈને ભગવાનની સન્મુખ સાત પગલાં જઈને
નમસ્કાર કર્યા; આવી તો સર્વજ્ઞપરમાત્મા પ્રત્યે ભક્તિ અને બહુમાન! તે શ્રેણીકરાજા
ભવિષ્યમાં તીર્થંકર થવાના છે. પહેલાં મુનિની વિરાધના કરેલી તેથી નરકનું આયુષ્ય
બંધાઈ ગયું, ને તેથી અત્યારે નરકમાં છે. છતાં ત્યાંપણ સમ્યગ્દર્શનના પ્રતાપે દેહથી ભિન્ન
ચૈતન્ય તત્ત્વનું ભાન વર્તે છે. આ દેહ હું નહિ, હું તો ચૈતન્યસ્વરૂપ આત્મા છું–એવું ભેદ–