: ૮ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
તેનું ફળ આવીને ઊભું રહેશે. પણ જીવનમાં જેણે ચૈતન્યની દરકાર કરી નથી, દેહને જ
આત્મા માનીને વિષયકષાયો પોષ્યાં છે તે દેહ છૂટવા ટાણે કોના જોરે સમાધિ રાખશે?
અજ્ઞાની તો અસમાધિપણે દેહ છોડે છે. જ્ઞાનીએ તો પહેલેથી જ દેહને પોતાથી જુદો
જાણ્યો છે, એટલે તેને ચૈતન્યલક્ષે સમાધિમરણે દેહ છૂટે છે. એકવાર પણ આ રીતે
ચૈતન્યલક્ષે દેહ છોડે તો ફરીને દેહ ધારણ કરવો ન પડે, એક બે ભવમાં જ મુક્તિ થઈ જાય.
જુઓ, જ્ઞાનીને કે અજ્ઞાનીને બંનેને દેહ તો છૂટે જ છે, પણ જ્ઞાનીએ દેહને જુદો
જાણ્યો છે એટલે તેને ચૈતન્યલક્ષે દેહ છૂટી જાય છે, તેને મરણનો ભય નથી. અને
અજ્ઞાનીએ તો આત્માને દેહરૂપે જ માન્યો છે એટલે તેને શરીરના લક્ષે શરીર છૂટી જાય
છે, ત્યાં ‘મારું મરણ થયું’ એવો ભય તેને છે. આત્મસ્વભાવના અનુભવ વગર
મરણનો ભય કદી ટળે નહિ.
લોકો નીતિ વગેરે ખાતર પણ શરીર જતું કરે છે. જેને માંસભક્ષણ વગેરેનો
ત્યાગ છે એવો આર્યમાણસ દેહ જાય તોપણ માંસભક્ષણ કરે નહિ. કોઈ વાર એવો
પ્રસંગ આવી પડે કે કોઈ દુષ્ટ માણસ તેને પકડીને કહે કે તું મારી સાથે માંસભક્ષણ કર,
નહિ તો હું તારા શરીરના કટકા કરી નાંખીશ.–તો ત્યાં તે આર્યમાણસ શું કરશે? શરીર
જતું કરશે પણ માંસભક્ષણના પરિણામ નહિ જ કરે. એ જ પ્રમાણે જે બ્રહ્મચારી છે તે
શરીર જતાં પણ અબ્રહ્મચર્ય નહિ સેવે.–આ રીતે હિંસા અબ્રહ્મ વગેરે અનીતિને છોડવા
માટે દેહ પણ જતો કરે છે, અને ત્યાં દેહ જતો કરવા છતાં ખેદ થતો નથી. જો ખેદ થાય
તો તેણે ખરેખર હિંસાદિને છોડયા નથી. હવે શરીર જતાં પણ ખેદ ન થાય–એમ ક્્યારે
બને? કે શરીરથી ભિન્ન ચૈતન્યતત્ત્વને લક્ષમાં લીધું હોય તો જ શરીરને જતું કરી શકે.
શરીરને જ જે પોતાનું માને છે તે શરીરને ખેદ વગર જતું કરી શકે જ નહિ. આ રીતે દેહ
અને આત્માની ભિન્નતાના ભેદજ્ઞાનપૂર્વક જ દેહની મમતા છૂટી શકે છે ને
વીતરાગભાવરૂપ સમાધિ થાય છે. સમાધિ એટલે વીતરાગી આત્મશાંતિ–તેનું મૂળ ભેદ–
જ્ઞાન છે. પર સાથે એકત્વબુદ્ધિરૂપ મમતા હોય ત્યાં સ્વમાં એકાગ્રતારૂપ સમાધિ હોતી
નથી. તેથી આચાર્યદેવે ભેદજ્ઞાનની ભાવના વારંવાર ઘૂંટાવી છે.
પોતે જેમાં ઉપયોગ જોડે તેમાં એકાગ્રતા કરી શકે છે.
જુઓ, રાજા રાવણ જૈનધર્મી હતા; રામ લક્ષ્મણ સાથેની લડાઈ વખતે જ્યારે
બહુરૂપિણી વિદ્યા સાધે છે ત્યારે કોઈ આવીને તેને ડગાવવા માંગે છે; ત્યાં માયાજાળથી
એવો દેખાવ ઊભો કરે છે કે રાવણની સામે તેના પિતાને મારી નાંખે છે, ને રાવણની
માતા રૂદન કરે છે કે અરે બેટા રાવણ! આ તારા જેવો પુત્ર બેઠા છતાં આ દેવ તારા
પિતાને મારી નાંખે!! વળી રાવણના શરીર ઉપર મોટા સપોં અને વીછી ચડે છે....છતાં
રાવણ ધ્યાનથી