Atmadharma magazine - Ank 272
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 65

background image
: ૧૨ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
અંતરમાં ન હોય. જગતના માનની સ્પૃહા એને ન હોય. એક ધર્માત્માને કહ્યું
“તમને આવું અનેક ભવનું જ્ઞાન આવી પવિત્રતા, તે લોકમાં જરાક પ્રસિદ્ધ
થાય....તો.....” ત્યાં તો સહજ ભાવે તે ધર્માત્મા બોલ્યા– “જગતમાં બહાર
પડીને શું કામ છે!” આહા! જુઓ, વૈરાગ્ય! અરે, અમારાં સુખ તો અમારી
પાસે છે ને અમારા ઉપાયથી જ તે મળે છે. બહારમાં સુખ નથી ને બહારના
ઉપાયથી પણ સુખ નથી. અંતરમાં અમારા સુખનો ઉપાય વર્તી રહ્યો છે, ત્યાં
જગતને દેખાડવાનું શુ કામ છે! પોતાનું કામ પોતામાં થઈ જ રહ્યું છે. જુઓ, તો
ખરા! કેટલી નિસ્પૃહતા! પોતાને પોતામાં સમાવાની ભાવના છે.
* અહા, પોતાના આત્માના મોક્ષસુખની જ જેને તાલાવેલી છે, તે તેના ઉપાયને
જાણીને તેના પ્રયત્નમાં પ્રવર્તે છે, ને તેને મોક્ષમંદિરનું ઉદ્ઘાટન થાય છે, તેના
આત્મામાં શુદ્ધઆત્મારૂપ સમયસારની સ્થાપના થાય છે. જુઓ, આજે
સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન ને સમયસારની પ્રતિષ્ઠાનો દિવસ છે. તેમાં અહીં
ધર્માત્મા મોક્ષમાર્ગના મંદિરનું ઉદ્ઘાટન કરીને, આત્મામાં શુદ્ધ સમયસારની
સ્થાપના કરે છે–તેની આ વાત છે.
* સુખનો અભિલાષી થઈને તેનો માર્ગ આત્મા પોતે શોધે છે, ને ત્યારે બીજા
ધર્માત્મા–ગુરુ તો ગતિમાં ધર્માસ્તિકાયવત્ નિમિત્તમાત્ર છે. જે સ્વયં અજ્ઞાની છે
તેને બીજાવડે જ્ઞાની કરી શકાતો નથી. તે સ્વયં જાગીને મોક્ષમાર્ગમાં ગમન કરે
તો ધર્માત્મા ધર્માસ્તિકાયની માફક તેને ઉદાસીન નિમિત્ત છે. પણ જે જીવ સ્વયં
પોતે મોક્ષમાર્ગમાં ગમન કરતો નથી તેને કાંઈ પરાણે ગુરુ જ્ઞાન કરાવી શકતા
નથી,–જેમ સ્થિર રહેલા પદાર્થને ધર્માસ્તિકાય કાંઈ પરાણે ગતિ કરાવતું
નથી તેમ.
* જે જીવ જગતની સ્પૃહા છોડી, આત્મસુખનો અભિલાષી થઈ સ્વભાવસન્મુખ
ઉદ્યમ વડે મોક્ષસુખ સાધવા નીકળ્‌યો તેને ગુરુનો ઈષ્ટ ઉપદેશ નિમિત્ત છે. તેવા
ગુરુ–ધર્માત્માઓ પ્રત્યે તેને ભક્તિ બહુમાન–વિનય વગેરે ભાવો હોય છે. પણ
કાર્યની ઉત્પત્તિ તો પોતાના ઉપાદાનના સ્વાભાવિક ગુણવડૈ પોતાના પ્રયત્નથી
જ થઈ છે; યોગ્યતા વગરના જીવને લાખ ગુરુઓનો ઉપદેશ વડે પણ જ્ઞાનની
ઉત્પત્તિ કરાવી શકાતી નથી. યોગ્યતાવાળો જીવ સ્વત; પ્રેરણાથી જ્યારે
જ્ઞાનાદિમાં પ્રવર્તે છે ત્યારે ગુરુનો ઉપદેશ તો માત્ર નિમિત્ત (ધર્માસ્તિકાયવત્) છે.