: જેઠ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૩ :
વિવિધવચનામૃત
[આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક ૧૮]
(૨૪૧) ભૂખ્યાને અમૃત મળે તો......
જેમ, ઘણા દિવસના ભૂખ્યા–તરસ્યા મનુષ્યને મનપસંદ ભોજન ને ઠંડા પાણી
પીવા મળે તો કેટલી હોંસથી તે તેને ખાવા માંડે તથા કેટલી હોંસથી પાણી પીએ?
તેમ અનંત–અનંત કાળથી ભવભ્રમણમાં રખડી રખડીને મોહથી આકૃળ–વ્યાકુળ
સંતપ્ત જીવને સત્સમાગમ અને જિનવચનરૂપી પરમ અમૃત મળ્યું; અમૃત તેને કહેવાય
કે જેની પ્રાપ્તિ પછી ફરીને મૃત્યુ ન થાય, સિદ્ધદશા થાય. આવા જિનવચનરૂપી અમૃત
અને શ્રુતજ્ઞાનરૂપી અમૃત મળે તો જિજ્ઞાસુ જીવ કેટલી ધગશથી તેનું પાન કરે?
જિજ્ઞાસુ કહે છે કે અનાજ અને પાણી એ મારો સાચો ખોરાક નથી, મારો સાચો
ખોરાક તો અંતરના ભાવશ્રુતના ઘોલનપૂર્વક જિનવાણીનું શ્રવણ–મનન–અનુભવન
કરવું તે છે.
(૨૪૨) મુમુક્ષુની જવાબદારી
હે જીવ! તારા સ્વભાવને સાધવાની સાચી જવાબદારી તું લે. સંસારના બાહ્ય
કાર્યોની જવાબદારી તારા માથેથી ઉતારી નાંખ. સંસારમાં રાષ્ટ્રના, કુટુંબના, શરીરના કે
રાગના કાર્યોની જવાબદારી તું તારા ઉપર માની રહ્યો છો, પણ તે કોઈ કાર્યની
જવાબદારી તારા ઉપર નથી, એ કોઈ તારું કર્તવ્ય નથી. જગતના પદાર્થોમાં થવા યોગ્ય
કાર્યો એની મેળે થયા કરે છે. તું મફતનો તેની જવાબદારી (–કર્તાપણાનું અભિમાન)
માથે લઈને તારા આત્માની સાચી જવાબદારી (જ્ઞાતાભાવ) ને ભૂલી જાય છે. માટે
જગતના કાર્યોની ચિંતા છોડી–તેનાથી ઉદાસીન થઈ, તારા નિજસ્વભાવના કાર્યને
સંભાળ. સંસારકાર્યોને છોડી–છોડીને અનંતા જીવો સિદ્ધિમાં સિધાવ્યા, છતાં જગતનું
કોઈ કાર્ય અટકી નથી રહ્યું; અને અજ્ઞાનીએ અનંતકાળ સંસારના કાર્યોમાં ગાળ્યો છતાં
સંસારના કાર્ય પૂરાં નથી થયા. માટે હે