સ્વભાવની મહત્તા આવ્યા વગર પરિણામ એમાં વળે ક્્યાંથી? જેને જેની ખરી મહત્તા
લાગે તેના પરિણામ તેમાં વળે.
અસંખ્ય વર્ષોનું તો શું પણ અનંતકાળનું જાણી લ્યે એવી તાકાત આત્મામાં ભરી છે.
આત્માની ચૈતન્યજાતને જાણે તે ખરા વિચક્ષણ છે ને તેની ખરી મહત્તા છે. પણ એ
અંતરની વાત જીવોને લક્ષમાં આવતી નથી.
ભૂલીને, દેહ તે હું ને રાગ તે હું–એમ જોરપૂર્વક ઊંધા અભિપ્રાયને સેવે છે તેથી બળવાન
ચીકણાં દ્રઢ કર્મ તેને બંધાય છે. જુઓ, જેટલું ઊંધા અભિપ્રાયનું જોર હતું તેટલા જોરદાર
કર્મો બંધાયા; એટલે ખરેખર કર્મનું જોર ન આવ્યું પણ જીવના ઊંધા અભિપ્રાયનું જોર
આવ્યું. ત્યારે નિમિત્તપણે કર્મ બંધાયા તે જીવની શક્તિને રોકવામાં નિમિત્ત થાય છે.
પણ ઊંધા અભિપ્રાયના જોરથી બંધાયેલાં દ્રઢ–ચીકણાં કર્મોને સમ્યક્ત્વ પરિણામના બળે
જીવ ક્ષણમાં તોડી નાંખે છે. સમ્યક્ત્વના પરિણમનથી જીવ આઠે દુષ્ટ કર્મોનો ક્ષય કરી
નાંખે છે–એ વાત તો પહેલાં જ બતાવી છે.
તીવ્ર કર્મો બંધાય નહિ. કર્મો જીવના ભાવઅનુસાર બંધાય છે. અહો, અનંત
ચૈતન્યશક્તિનો ધારક આ વિલક્ષણ આત્મા, તેણે પોતે પોતાની વિરાધનાથી બાંધેલા
કર્મોએ તેનું આચ્છાદન કર્યું છે; પણ જો અંતર્મુખ થઈને પોતે શુદ્ધાત્માને ઉપાદેય કરે તો
કર્મો પણ નષ્ટ થઈ જાય છે. કર્મનું જોર ક્્યારે કહ્યું? કે જીવે વિપરીતભાવનું તીવ્ર સેવન
કર્યું ત્યારે તેનાથી જે કર્મો બંધાયા તેનું જોર કહ્યું, ને કર્મે જીવને પાડયો એમ નિમિત્તથી
કહ્યું, પણ જીવના ઊંધા પરિણામ વગર કોઈ તેને પાડી શકે નહિ. શુદ્ધ–અભેદ
રત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગ તેનાથી જીવ પોતે ભ્રષ્ટ થયો ને ઊંધા ભાવને સેવ્યા ત્યારે જ
કર્મને જોર મળ્યું. કર્મમાં જોર આવ્યું ક્યાંથી? કે જીવે ઊંધા ભાવથી મિથ્યાત્વાદિનું સેવન
કર્યું. તેમાંથી કર્મમાં જોર આવ્યું. એટલે જીવના ઊંધા ભાવનું જોર અને કર્મ એ બંનેને
એક ગણીને કહ્યું કે કર્મે જીવને નિજશક્તિથી ચ્યુત કર્યો ને