: ૬ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૨
રખડાવ્યો. જીવ કાંઈ પોતે પોતાના સ્વભાવથી ન રખડે, એટલે તે સ્વભાવને જુદો
રાખીને, જે ઊંધાભાવ છે તેને કર્મમાં નાંખી દીધા ને કર્મનું જોર કહ્યું. પણ કર્મને
બળવાન થવામાં ભૂલ તો જીવની પોતાની છે. પોતે પોતાના સ્વભાવની કિંમત ન
જાણતાં, બહારના અલ્પ જાણપણામાં કે શુભરાગમાં અટકીને તેની જ મહત્તા માની, તે
મિથ્યાઅભિપ્રાયને લીધે કર્મમાં તીવ્ર રસ પડ્યો; અને તે કેવળજ્ઞાનાદિને રોકવામાં
નિમિત્ત થયું. પણ જો પોતે પોતાના સ્વભાવને ઉપાદેય કરીને પોતાનું જોર પ્રગટ કરે તો
કર્મનું જોર તૂટી જાય છે ને જીવના કેવળજ્ઞાનાદિ અનંતગુણો પ્રગટે છે.
કર્મનું જોર ક્યારે? કે તેં ઊંધા ભાવથી તેને નિમિત્ત બનાવ્યું ત્યારે; પણ જો તું
પોતે તારા સ્વભાવને ઉપાદેય કરીને અનુભવમાં લે ને કર્મને ભિન્ન જાણ, તો
નિશ્ચયમોક્ષમાર્ગ પ્રગટે, ને અશુદ્ધતાનો તથા કર્મનો સંબંધ નાશ થાય.
આ રીતે શુદ્ધતામાં ને અશુદ્ધતામાં બંનેમાં જીવનો પોતાનો અધિકાર છે. તેં
પરભાવને અને કર્મને ઉપાદેય માન્યા ત્યારે તે તરફ તારું જોર વળ્યું એટલે તેને જોરદાર
કહ્યા; તું તારા સ્વભાવને ઉપાદેય કર તો તારું જોર સ્વભાવ તરફ વળે; એટલે
સ્વભાવના પુરુષાર્થરૂપ મોક્ષમાર્ગ પ્રગટે, ને કર્મનું કે વિકારનું જોર તૂટી જાય. આ રીતે
બંધમાર્ગમાં કે મોક્ષમાર્ગમાં આત્માનું જ જોર છે. બંધમાર્ગમાં જીવના ઊંધા પરિણામનું
જોર છે, ને મોક્ષમાર્ગમાં જીવના સમ્યગ્દર્શનાદિ સવળા પરિણામનું જોર છે.
અહા, ચૈતન્યતત્ત્વની અચિંત્ય તાકાત!! તેના અનુભવ પાસે શાસ્ત્રોનાં
ભણતરનીયે કાંઈ કિંમત નથી. વ્યવહારનાં જાણપણાં કે વ્યવહારના શુભઆચરણ,
એનાથી પર ચૈતન્યનો માર્ગ છે. આવા ચૈતન્યતત્ત્વને અંતરની અભેદદ્રષ્ટિમાં ને
અનુભવમાં લેવું તે જ મોક્ષમાર્ગ છે.
લોભીયા માણસ પાસે જવું લક્ષ્મીને ગમતું નથી,–
કેમકે તે તેને જેલમાં પૂરી રાખે છે, ક્્યાંય જવા દેતો નથી.
ઉદાર માણસ પાસે જવું લક્ષ્મીને ગમે છે,–કેમકે તે તેને
છૂટથી હરવાફરવા દે છે, જેલમાં પૂરી રાખતો નથી.