: ૨૮: આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
સંપાદકનો પત્ર:
ધર્મવત્સલ બાલબંધુઓ! રજા પૂરી થઈ, સ્કૂલો ને કોલેજો શરૂ થઈ.....પણ એનાં ભણતરની
સાથે ધર્મનાં ભણતરને ન ભૂલશો....સ્કૂલનું ભણતર રોજ દશ કલાક ભણો તો ધર્મનું ભણતર રોજ
દશ મિનિટ તો જરૂર ભણજો....એથી જીવનમાં ઘણા ઉત્તમ સંસ્કારોનું સીંચન થશે. કેરીની મોસમ
પણ હમણાં ગઈ...મને થયું કે આપણા બાલસભ્યોને પણ કેરી ખવડાવું, તેથી અસલ મજાના
આંબાનું એક ઝાડ વાવ્યું છે, તેનાં ફળ પણ પાકવા આવ્યા છે. થોડા વખતમાં તૈયાર થશે એટલે
આખુંય ઝાડ તમને મોકલી દઈશ, તેની કેરી તમને બહુ જ ભાવશે. તોડ તોડીને ખૂબ ખાજો.
આપણા બાલ–વિભાગના સભ્યો એક હજાર થઈ જવાની તૈયારી છે. આપણા બધા બાલસભ્યોનું
જાણે કે એક ધાર્મિક કુટુમ્બ જ રચાયું હોય એવા વાત્સલ્યભાવ સૌને જાગે છે.
બાલવિભાગના નવા પ્રશ્નો
(પ્ર. ૧) નવ તત્ત્વનાં નામ–
૧– જીવ
૨– અજીવ
૩– પુણ્ય
૪– પાપ.
પ– આસ્રવ
૬– બંધ
૭– સંવર
૮– નિર્જરા
૯– મોક્ષ
આ નવ તત્ત્વનાં નામ મોઢે કરો અને
તેમાંથી તમને કયા કયા તત્ત્વો ગમે છે તે લખો:
(પ્ર. ૨) સૌરાષ્ટ્રમાંથી એક તીર્થંકર મોક્ષ પામ્યા
છે, તે કયા તીર્થંકર? અને કયા પર્વત ઉપરથી
(પ્ર –૩) નીચેના વાક્યોમાં ભૂલ છે, તે
સુધારીને ફરીથી લખો:–
(૧) એક માણસના શરીરમાં ઘણું
જ્ઞાન હતું.
(૨) જીવનું લક્ષણ શરીર છે.
(૩) દુઃખ શરીરને થાય છે, ને સુખ
આત્માને થાય છે.
(કોયડો) આકાશમાં ચાલે છે પણ પંખી નથી.
અપાર વૈભવ છે પણ વસ્ત્ર નથી.
દુનિયાના રાજા છે પણ મુગટ પહેરતા
નથી. બોલે છે પણ મોઢું ખોલતા નથી.
આપણને બહુ ગમે છે–એ કોણ?
જવાબ તા. ૧૦ જુલાઈ સુધીમાં લખો:–
સરનામું:– સંપાદક આત્મધર્મ: