Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 53

background image
: ૩૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
બાળકોમાં ધર્મસંસ્કારના
આંબા રોપવાની જરૂર
દાદર (મુંબઈ) કહાનનગર સોસાયટીમાંથી શ્રી નિજાનંદભાઈનો વિસ્તૃત પત્ર
છે, તેમાં બાળકોને ધાર્મિક શિક્ષણ માટેની ખાસ હિમાયત કરતાં લખે છે કે–
“આપણું ‘આત્મધર્મ’ આજકાલ બહુ જ ઝડપથી સફળતાનાં શિખરો સર કરી
રહ્યું છે; તેમાં પણ ખાસ કરીને ‘બાલવિભાગ’ તથા ‘વાંચકો સાથે વાતચીત’ માંના
સવાલ–જવાબથી ઘણે અંશે પ્રગતિ વધી છે. લૌકિકમાં કહેવાય છે કે કૂમળા છોડને જેમ
વાળીએ તેમ વળે, તે લોકોત્તરમાં પણ કંઈક અંશે લાગુ પડી શકે. (એટલે કે બાળકોને
નાનપણથી ધર્મના જેવા સંસ્કાર પાડીએ તેવા પડે.) ઘણા વખતથી થતું હતું કે
બાળકોમાં નાનપણથી જો ધાર્મિક સંસ્કારનાં બીજ રોપાયાં હોય તો વહેલા મોડા પણ
તેમાંથી ધાર્મિકવૃક્ષની વૃદ્ધિ થાય. આ સંબંધમાં સોનગઢના બાળકો અત્યંત ભાગ્યશાળી
ગણાય (કેમકે સત્સંગે તેને ધાર્મિક સંસ્કારો મળ્‌યા કરે.) પરંતુ સોનગઢ સિવાયના
બહારગામના હજારો બાળકો માટે ધાર્મિકસંસ્કારનું શું! માત્ર વેકેશનમાં વર્ષમાં બાવીસ
દિવસ પૂરતો શિક્ષણવર્ગ એ પૂરતું ન ગંણાય (તેમજ તેનો લાભ બધા લઈ પણ ન
શકે) બાળકોને ધાર્મિક શિક્ષણથી ને ધાર્મિક વાતાવરણથી સતેજ રાખવો હોય તો તેને
તેવા સંસ્કાર નિયમિત મળ્‌યા કરે એવું ‘કંઈક’ કરવું જોઈએ, તે માટે ચોક્કસ મુદતે
નિયમિતપણે (
periodically) સહેલું ધાર્મિક સાહિત્ય બાળકોના હાથમાં આપવું
જોઈએ,–કે જે વાંચવા માટે તે હોંશે હોંશે પ્રેરાય. ‘આત્મધર્મ’ જેવા જુના અને જાણીતા
સામાયિક આવું સાહિત્ય પૂરૂં પાડી શકે. જે હમણાં ‘બાલવિભાગ’ દ્વારા કંઈક અંશે
અસ્તિત્વમાં આવ્યું ને હજારો બાળકોએ સહર્ષ વધાવ્યું. આત્મધર્મના વાંચકો સાથે
વાતચીત વિભાગે મને પ્રભાવીત કર્યો છે.”
નિજાનંદભાઈ! આપનો પત્ર વાંચીને આનંદ થયો; બાળકોને ધાર્મિક સંસ્કાર
આપવા માટેની જે ઈત્કટ ભાવના આપે દર્શાવી તેવી જ ઉત્તમ ભાવના સાથે આપણે તે
પ્રવૃત્તિ ઉપાડી છે, અને આપના જેવા બાલપ્રેમી સાધર્મીઓના સહકારથી આપણે તેમાં
ખૂબ વિકાસ કરીને હજારો બાળકોમાં ધર્મપ્રેમના મધુર આંબા રોપવા સફળ થઈશું–એવો
વિશ્વાસ છે. (દિવ્યધ્વનિને લગતા આપના પ્રશ્નોના જવાબ પછી લખીશું)