Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 53

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૩ :
વાંચકો સાથે વાતચીત
(જિજ્ઞાસુઓના વિવિધ વિચારોને વ્યક્ત કરતો પાઠકોનો પ્રિય વિભાગ)
કહાનનગર સોસાયટી (દાદર) થી એક કોલેજિયન બહેન લખે છે કે:–
“બાલવિભાગના સભ્યોના આંકડા જોયા ને અમને તો તરત જ સભ્ય બનવાનું
મન થઈ ગયુ હતું, પણ અમને એમ હતું કે બાલવિભાગ ફકત શાળાના બાળકો તથા
૧૬ વર્ષની નીચેનાં બાળકો માટે જ છે. પણ જ્યારે ૨૭૨ નંબરનું આત્મધર્મ જોયું અને
તેમાં કોલેજિયન સભ્યોનો પત્ર વાંચ્યો, ત્યારે અમારી માન્યતા ખોટી છે એવું ભાન
થતાં તરત સભ્ય થવા માટે પત્ર લખવા બેસી ગયા.
બાલવિભાગમાં જે પ્રશ્નો છે તે પણ ખૂબ રસપ્રદ છે, અમને તેમાંથી કેટલાંય
આવડતાં હોતાં નથી, ત્યારે તો એમ જ થાય છે કે આત્મધર્મમાં ખૂબ વર્ષોથી આવા
બધા પ્રશ્નો ને જવાબો આવતાં હોત તો કેવું સારૂં થાત! ભાઈ, આવું પાયાનું અને
ચોક્કસ તેમજ શાસ્ત્રીય ધાર્મિક જ્ઞાન દરેકને વિનામૂલ્યે આપવા બદલ, તેમજ અમારામાં
રસ જગાડવા બદલ આપના અમે ખુબખુબ આભારી છીએ.”
વાસંતીબેન M.A. ના આ પત્રની સાથે ૨૩ સભ્યોએ બાલવિભાગમાં નામ
લખાવ્યાં છે–જેમાંના કેટલાક M.A. માં B.A. માં B.Sc. માં કે L.L.B. વગેરેમાં
અભ્યાસ કરે છે. આવા કોલેજશિક્ષણની સાથે સાથે પણ ધાર્મિક શિક્ષણ માટે તેઓ
આટલો બધો રસ ધરાવે છે તે પ્રશંસનીય છે. બહેન, તમારા જેવા કોલેજિયન ભાઈ–
બહેનો આત્મધર્મના બાલવિભાગના સભ્ય બનીને અધ્યાત્મવિદ્યામાં રસ લ્યે તેને અમે
માત્ર આપણા બાલવિભાગનું જ નહિ પણ જૈનસમાજનું ગૌરવ સમજીએ છીએ. જેમ
સોનગઢમાં સંતોની છાયામાં વસતા પ૦ જેટલા કુમારિકા બહેનોએ વિલાસીતા ઉપર
આધ્યાત્મિકતાનો વિજય સિદ્ધ કરી બતાવ્યો છે, તેમ આપણા જૈન કોલેજિયનો પણ
ધાર્મિક તત્ત્વજ્ઞાનમાં રસ લઈને લૌકિક વિદ્યા ઉપર અધ્યાત્મવિદ્યાનો વિજય સિદ્ધ કરી
બતાવો–એમ અમે ઈચ્છીએ છીએ.
એક ઉત્સાહી ભાઈ લખે છે–બાલવિભાગ એટલે હજાર બાળકોને પોસ્ટદ્વારા શિક્ષણ
આપતી પાઠશાળા; ધર્મ પ્રભાવનાના ઉત્કૃષ્ટ નિમિત્તરૂપ પૂ. ગુરુદેવના હૃદયમાંથી સતત
અવિરત નીતરતા વાત્સલ્યભાવનું દોહન કરી આત્મધર્મમાં પીરસો છો તેને માટે ખુબ
ધન્યવાદ! બાલવિભાગ શરૂ કરીને ધાર્મિક શાળા જ શરૂ કરી છે; પણ એકમાસનું અંતર