સવારમાં શાંતિનાથ ભગવાનની સ્વાગત–યાત્રા શરૂ થઈ હતી ને દિગંબર જિનમંદિરે
(મધુકુંજ, નવરોજ ક્રોસ લેન) આવી હતી. રાજકોટના શ્રી પ્રમોદભાઈ દલપતરામના
સુહસ્તે પ્રભુજીને વેદી ઉપર બિરાજમાન કર્યા હતા. ત્યારબાદ સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન,
તથા જિનવાણીની સ્થાપના વગેરે વિધિ ભાઈશ્રી મણિલાલ જેઠાલાલ શેઠ તથા
પ્રાણલાલ. ભાઈચંદ દેસાઈના સુહસ્તે થઈ હતી. ઘાટકોપરના અગ્રગણ્ય નાગરીકો તેમજ
મુંબઈ મુમુક્ષુમંડળના ઘણા ભાઈઓ આ વખતે ઉપસ્થિત હતા ને આ પ્રસંગે ૧૮, ૦૦૦
મુમુક્ષુ ભાઈ–બહેનોને ઘણો હર્ષોલ્લાસ થયો હતો. જિનેન્દ્રદેવની મંગલ છાયામાં ધર્મવૃદ્ધિ
થાય એવી ભાવના સાથે ઘાટકોપર મુમુક્ષુમંડળને વધાઈ!
એ ઘટના અત્યંત વૈરાગ્યપ્રેરક છે....અરે અનિત્યતા!! સવારે ઘેરથી નીકળેલો માનવી
સાંજે પાછો જીવતો ઘરે પહોંચશે કે નહિ તે પણ જેમાં નક્કી નથી–એવો આ ક્ષણભંગુર
સંસાર.....તેમાં તારા જીવનનો એવો ઉત્તમ સદુપયોગ કર કે જેથી જીવનની ક્ષણે ક્ષણ
સફળ થાય. જીવનની એક પળનેય વ્યર્થમાં ન ગુમાવ.... એકેક પળને મહા કિંમતી જાણ
ને આત્મહિત માટે તેનો ઉપયોગ કર. પરિભ્રમણના પંથેથી પાછો વળીને સિદ્ધિના પંથે
પ્રયાણ કર.
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો!
વધવાપણું સંસારનું નરદેહને હારી જવો;
એનો વિચાર નહીં અહોહો, એક પળ તમને હૂવો.