: ૪૦ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
– तो मूखचा सरदार
રાજગૃહીનગરીમાં વીરપ્રભુની દિવ્યવાણી સાંભળીને રાજકુમાર
વારીષેણ વૈરાગ્ય પામે છે ને દીક્ષા લેવા તૈયાર થયો છે....ત્યારે તેની
પરીક્ષા કરતાં રાજા શ્રેણીક તેને પૂછે છે કે હે કુમાર! આવું યુવાન
શરીર, આવો રાજવૈભવ અને સ્વરૂપવાન રાણી–એ બધા વૈભવને
છોડીને એથી વિશેષ બીજો ક્્યો વૈભવ શોધવા તું જાય છે? –
सारे वैभव चरणस्पर्शिते शचिसम सुंदर नार।
त्यजुनी सर्वा कुठे निद्यालास तूं सुकुमार?
ત્યારે વારિષેણકુમાર ઉત્તર આપે છે કે–
कोण कुणाचे आधार पिताजी,
अखिल वस्तु स्वाधार।
बनवी परद्रव्याला जो आधार
तो मूर्खाचा सरदार।।
હે પિતાજી! જગતમાં કોણ કોનો આધાર છે! બધી વસ્તુઓ
પોતપોતાના સ્વ–આધારે જ છે. એટલે મારા આત્માનો વૈભવ પણ મારા
આત્માના જ આધારે છે, પરદ્રવ્યમાં નિજવૈભવ જરાપણ નથી; આવા
નિજવૈભવને પ્રાપ્ત કરવા હું જાઉં છું. નિજવૈભવને ભૂલીને પરદ્રવ્યને જે
પોતાના વૈભવનો આધાર બનાવવા માંગે છે તે મૂરખનો સરદાર છે.
(‘सम्मति’ મરાઠીના આધારે)
* * * * *
જ્યાં ઝેર પણ અમૃત બની જાય છે.
ઝેરપણે પરિણમેલા જગતના પરમાણુઓ, જ્યાં વીતરાગમાર્ગી
મુનિના હાથમાં આવે ત્યાં અમૃતરૂપે પરિણમી જાય....અહા,
મોક્ષમાર્ગના આનંદરૂપી અમૃતને સાધનારા મુનિરાજની સમીપ ઝેર કેમ
રહી શકે? એ તો અતીન્દ્રિય આનંદના અમૃતનું ભોજન કરનારા છે.