Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 53

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૯ :
દાહોદથી શૈલેષ (407) લખે છે કે જન્મદિવસે તમારા તથા બાલવિભાગના
વહાલા બંધુઓના અભિનંદન મળતાં આનંદ થયો જન્મદિવસે તો એમ થાય કે
જીવનમાંથી એક વર્ષ ઓછું થયું; પણ આ વખતના જન્મદિવસે મને ધર્મનો ઉત્સાહ વધ્યો.
શાળાનું ભણતર તો ભણતા, પણ ધર્મના ભણતરમાં તો આ જ વષેેર્ મેં પ્રગતી કરી; તેથી
આ જન્મદિવસ આનંદનો ગયો છે. બાલવિભાગના સભ્ય થવા માટે હું બીજાને ભલામણ
કરું છું, ધર્મ પ્રત્યે બાળકોને રસ વધે તેવું માસીક આપણું આત્મધર્મ જ છે.
રાજકોટથી દીપાબેન (251) લખે છે કે બાલવિભાગ તરફથી મારા જન્મદિવસે
અભિનંદનનું કાર્ડ મળ્‌યું તે વાંચી ખૂબ આનંદ થયો. સાથે ગુરુદેવનો ફોટો મળ્‌યો. તે
જોતાં ખુબ આનંદ આવે છે. હું નાની છું તેથી મોટા દેરાસર જતી નથી, પણ ઘીયાના ઘેર
દેરાસર છે ત્યાં જાઉં છું.
ममताबेन (407) खंडवા થી પૂછે છે–પાત્રતા લાવવા માટે શું કરવું?
મમતાબેન, સંસારની મમતાનો ત્યાગ કરીને, આત્મહિત સાધવાની ઉગ્ર
જિજ્ઞાસા પ્રગટ કરવી તે પાત્રતા છે; જ્યાં સંસારની મમતા ન હોય ત્યાં સંસારસંબંધી
ભાવોની તીવ્રતા પણ ક્્યાંથી હોય? જ્ઞાનીજનોને ઓળખી, આત્મહિત સાધવાની
ભાવનાથી તેમના સત્સંગમાં રહેતાં પાત્રતાની પુષ્ટિ થાય છે. વળી તમે લખો છો કે
‘ज्ञानीओंके चरणोंमें रहनेकी उत्सुक हूं। –तो बहेन, आपकी इस भावनामें हमारी
अनुमोदना है।
વિજયકુમાર જૈન (414) ભાવનગર–તમે રોજ રાતે પહેલાં પંચપરમેષ્ઠીનું
સ્મરણ કરો છો, તથા ‘દર્શનકથા’ વાંચ્યા પછી રોજ સવારે જિનેન્દ્ર ભગવાનના દર્શન
કર્યા પછી જ બીજું કામ કરવાનો નિશ્ચય કર્યો છે, –તે બદલ ધન્યવાદ! આત્મધર્મમાં
બાલવિભાગ ખુલ્યા પછી તમે ધર્મમાં વધુ રસ લઈ રહ્યા છો–તે જાણીને આનંદ.
એક હજાર બાળકોમાં કોમળ હૈયાની જિજ્ઞાસાને ખીલવતો આ વિભાગ ખુબ જ
વિકસી રહ્યો છે. આ વિભાગ જિજ્ઞાસુઓમાં એટલો પ્રિય થયેલ છે કે તેને માટે દર
મહિને બસો જેટલા પત્રો આવે છે. તેમાંથી ઉપયોગી પત્રો અને પ્રશ્નો ચૂંટીચૂંટીને લઈએ
છીએ, છતાં પણ આત્મધર્મમાં તેનો પૂરો સમાવેશ થઈ શકતો નથી. આ વખતે હજી
કેટલાય બાળકોને તથા બીજા જિજ્ઞાસુઓની વાત છાપવાની બાકી રાખવી પડી છે, જે
હવે પછી આપીશું. બાળકો, તમારા હૃદયમાં તત્ત્વ સમજવાની જિજ્ઞાસા જાગે તેને અમે
આવકારીએ છીએ.