Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 53

background image
: ૩૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
એક મુમુક્ષુ: ‘નવભારત ટાઈમ્સ’ તથા ‘મુંબઈ સમાચાર’ માંથી સુધારોવધારો
કરીને આપે લખેલ લખાણ મોકલ્યું....આપના લખાણમાં તત્ત્વના પ્રેમ કરતાં લેખક
બનવાનો શોખ વધુ દેખાય છે. આપનું લખાણ મેળવાળું નથી; તેમજ પત્રમાં પોતાનું
નામઠામ જણાવવું જોઈએ. આટલા સુચન પછી તમારા લખાણ ઉપરથી નવી ચાર
લાઈન અહીં આપું છું–
ધન જાવે કછૂ ન જાય,
તન જાવે કછૂ ન જાય;
જો આત્મજ્ઞાનનો અવસર જાય,
તો સબહી જીવન નિષ્ફળ જાય.
દિલ્હીથી સભ્ય નં. 117 દીપક જૈન લખે છે કે–
વૈશાખ સુદ બીજે આપણા પૂ. ગુરુદેવનો જન્મ દિવસ અમે સૌએ આનંદથી
ઉજવ્યો હતો. લાલમંદિરમાં સામૂહિક પૂજા અને સ્વાધ્યાયનો કાર્યક્રમ હતો. લાલમંદિરમાં
ત્રણ દિવસ સુધી રોશની કરી હતી, ને જન્મવધાઈમાં વાજાં વગાડયા હતા. પાટનગરના
લોકો જોઈ રહ્યા કે આ શું! ત્યાં તો જન્મ દિવસનું બોર્ડ જોઈ સહુ આનંદ અને આશ્ચર્ય
અનુભવતા હતા.
મોરબીથી શ્રી કેશુભાઈ લખે છે કે જેઠ માસના અંકમાં મૂડબિદ્રિની જિનવાણીના
દર્શનથી, તથા મુનિજીવનની મધુરી ઉર્મિઓ અને ષટ્ખંડાગમ–પરિચય વાંચીને ઘણો
પ્રમોદ થયો. ઋષભદેવ ભગવાનના પૂર્વભવોની કથા વાંચતાં તો અષાઢના ‘આત્મધર્મ’
ની મેઘની માફક વાટ જોઈ રહ્યા છીએ” –ભાઈશ્રી! તમારી લાગણી માટે આભાર!
જેની તમે રાહ જોતા હતા તે તમારા હાથમાં જ છે; –હવે શ્રાવણની રાહ જોશોને?
આત્મા ધર્મને પાક્ષિક કરવા સંબંધી આપની જેમ ઘણા જિજ્ઞાસુઓની ભાવના છે, ને
માનનીય પ્રમુખશ્રીને તે વસ્તુ ખ્યાલમાં છે.
અમદાવાદથી ઉમેશભાઈ લખે છે કે બાલવિભાગનું અભિનંદનકાર્ડ તથા ફોટો
મળ્‌યા; મારા જન્મદિવસે આવી સારી ભેટ જોઈ સૌ આનંદ પામ્યા. જન્મદિવસ નિમિત્તે
મેં બે પ્રાર્થના વધુ કરી. ‘બે સખી’ અને ‘દર્શનકથા’ એ પુસ્તકો મારી બાને ખૂબ ગમ્યા
છે ને વારેઘડીયે તે કથા વાંચે છે. વાંચતી વખતે તેમની આંખમાંથી અવશ્ય આંસુ ટપકે
છે, ને દુઃખો ભૂલાઈ જાય છે, ને શાંતિ થાય છે. તેમને આત્મધર્મ ખુબ જ ગમે છે.