: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૭ :
વિભાવનો પ્રયત્ન કરે અને એમ માને કે હું આત્માની પ્રાપ્તિનો ઘણો પ્રયત્ન કરું છું–એ
તો કેવડી મોટી ભૂલ કહેવાય? આવી ભૂલથી બચવા માટે જ આત્મજ્ઞસંતજનોની
સાક્ષાત્ ઉપાસનાનું ખાસ મહત્વ છે. જ્ઞાનીની છાયામાં આત્મપ્રાપ્તિનો ઉપાય
સરલતાથી સમજાય છે.
ભગવાન બન્યા પછી સુખ દુઃખ કાંઈ હોતું નથી–તો લાભ શો (772)
ભાઈશ્રી, ભગવાન બન્યા પછી દુઃખ નથી હોતું એ વાત સાચી, પરંતુ ત્યાં
આત્મિક સુખ તો ભરપૂર હોય છે. પોતાના આત્મામાંથી જ સુખ ઉત્પન્ન થઈને આત્મા
તે સુખને ભોગવે છે, ને તે સુખ એવું મજાનું છે કે સદાકાળ તેનો ભોગવટો (અનુભવ)
કરવા છતાં કદી કંટાળો આવતો નથી. –જેમાં કોઈ બીજાની જરૂર ન પડે એવું સ્વાધીન
આત્મસુખ અનુભવાય–એના જેવો લાભ આ જગતમાં બીજો કોઈ નથી. ભગવાનને
સુખદુઃખનો અભાવ કહ્યો હોય ત્યાં ઈન્દ્રિયજન્ય પરાધીન સુખનો અભાવ સમજવો,
સ્વાધીન આત્મસુખનો નહિ.
માત્ર જાણવું–જોવું, (કરવું કાંઈ નહિ) તેમાં તો જડતા જેવું ન જઈ જાય? (772)
અરે ભાઈ! જાણવું–જોવું એ જ ચેતનનો સ્વભાવ છે; માત્ર જાણવું–તે કાંઈ
જડતા નથી પણ તેમાં જ ખરી જાગૃતી છે; એમાં તો મહાન આનંદ, વીતરાગતા વગેરે
ભાવો ભર્યા છે.
દાહોદના સભ્ય નં. ૪૦૭ લખે છે કે–“બાલવિભાગમાં જોડાયા બાદ જ્યારે
દર્શનકથા ચોપડી મળી ત્યારથી મને ધર્મ પ્રત્યે પ્રેમ વધ્યો છે. બાલમિત્રો વધે ને
બાલવિભાગ હજી ખીલે એવી આશા સાથે, બધા બાલમિત્રોને તેમના જન્મ દિવસે
મારાવતી અભિનન્દન આપશો.”
રોમેશ જૈન (218) અમદાવાદ; આત્મધર્મ અંક ૨૭૨ માં ‘વીરપ્રભુના વંશજ’
તથા તેમની ૨૯ થી ૩૨ પેઢી વિષે વાંચીને આપને આનંદ થયો, ને ૧ થી ૩૨ પેઢી વિષે
જાણવાની ઈન્તેજારી થઈ; તો ષટ્ખંડાગમ પુસ્તક ૧ ની પ્રસ્તાવના વાંચવાથી આપને તે
સંબંધી ઘણી માહિતી મળશે.
મહાપુરુષોના જીવનપ્રસંગો વગેરે સંબંધી સાહિત્ય ગુજરાતી ભાષામાં ઘણું ઓછું
છે. તમારી જેમ હજારો બાળકો એ સાહિત્ય માટે ઝંખી રહ્યા છે. આત્મધર્મમાં બધી
વસ્તુઓ આપવાનું શક્્ય નથી, કેમકે ચાલુ લેખોનો માંડમાંડ સમાવેશ થાય છે. આમ
છતાં જિજ્ઞાસુઓ તરફથી ઉત્સાહભર્યા સહકારને લીધે આત્મધર્મનું કદ ધીમેધીમે વધારી
રહ્યા છીએ. અને જેમ જેમ કદ વધતું જશે તેમ નવું નવું સાહિત્ય વિશેષ પ્રમાણમાં
આપી શકશું. ઋષભદેવ પ્રભુનું ચરિત્ર આપને ખુબ ગમ્યું ને એ રીતે ચોવીસે
ભગવંતોના ચરિત્ર આપવા માટે લખ્યું, તો ક્રમેક્રમે જરૂર આપીશું.