: ૩૬ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
અખિલ ભારતીય નવોદિત સાહિત્યસમાજના સંચાલક શ્રી દિનુભાઈ એન.
ભાયાણી લાઠી (કલાપિનગર) થી સહકારની ભાવના વ્યક્ત કરતાં લખે છે કે.
“બાલવિભાગ દ્વારા બાલમિત્રોમાં જૈનધર્મમાં અડગ રહેવાની તથા ધાર્મિક
વાંચન કરવાની જે ખાસ ભાવના પ્રગટાવેલ છે તે ખુબ જ આવકારદાયક છે.....પ્રત્યેક
સાધર્મી માતા–પિતાએ પોતાનાં બાળકોને ધર્મમાં રસ લેતાં, આત્મધર્મ વાંચતાં તથા
નિયમિત દેવદર્શન કરતાં કરવા જોઈએ.
ધર્મને લગતા સારા સારા લખાણોની પુસ્તિકાઓ પ્રગટ કરવાનું પણ વિચારવું
જોઈએ. અને બાલવિભાગના સભ્યોને તે પુસ્તકો ફ્રી મળે તેમ કરવું જોઈએ. આપ
ઈચ્છશો તો આ સંસ્થા તરફથી શક્્ય સહકાર મળશે. ‘આત્મધર્મ’ પાક્ષિક પ્રગટ કરવા
માટેની ખાસ આવશ્યકતા છે–જે માટે આગેવાનોએ અવશ્ય વિચારવું જોઈએ”
(ભાઈશ્રી આપની લાગણી અને સહકારની ભાવના બદલ આભાર!
બાલસાહિત્ય સંબંધી આપે સૂચવેલી બાબતો અમારા આયોજનમાં છે જ, અને સૌના
સહકારથી ધીમે ધીમે આપ તે બાબતો કાર્યરૂપે થતી જોશો. આત્મધર્મ પાક્ષિક બાબત
આપની જેમ બીજા અનેક જિજ્ઞાસુઓની ભાવના છે; આપની આ ભાવના સંસ્થાના
આગેવાનો સમક્ષ રજુ કરીશું.)
જીવનું સ્વરૂપ શું? (No : 134 તથા 407)
જીવનું સ્વરૂપ જ્ઞાન. ‘आत्मा ज्ञानं, स्वयं ज्ञानं’
ભેદભક્તિ અને અભેદભક્તિ એટલે શું? તેમાંથી હિતકારી કઈ? (246)
પોતાથી ભિન્ન એવા પંચપરમેષ્ષ્ઠી વગેરેનાં ગુણો પ્રત્યેનું બહુમાન તે ભેદભક્તિ; અને
પોતાથી અભિન્ન એવો જે આત્મસ્વભાવ તેના શ્રદ્ધા–જ્ઞાન–અનુભવરૂપ પરિણતિ તે
અભેદભક્તિ; બંનેમાં જેટલે અંશે રાગ તૂટીને વીતરાગભાવ થયો તેટલો લાભ છે.
અભેદભક્તિ પ્રાપ્ત કરવા શું કરવું જોઈએ? (246) અભેદભક્તિરૂપે
પરિણમેલા એવા જ્ઞાની–ધર્માત્મા પ્રત્યે ભક્તિપૂર્વક પહેલાં અભેદભક્તિનું યથાર્થ સ્વરૂપ
લક્ષગત કરવું જોઈએ. સાચા લક્ષના ઘોલનથી તેની પ્રાપ્તિ થાય છે.
આત્મપ્રાપ્તિની તીવ્રભાવના અને પુરુષાર્થ કરું છું છતાં તેની પ્રાપ્તિ કેમ થતી
નથી (24)
ભાઈ, તમારી વાત સાચી નથી, પણ તેમાં તો મોટી ભૂલ છે. આત્મપ્રાપ્તિનો સાચો
પ્રયત્ન કરે તેને તેની પ્રાપ્તિ જરૂર થાય જ. જ્યાં આત્મપ્રાપ્તિ નથી થતી ત્યાં સમજી લેવું
જોઈએ કે તેને માટેનો સાચો પ્રયત્ન નથી, પ્રયત્નમાં ક્્યાંય ભૂલ છે. હવે ભૂલવાળો