Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 53

background image
: ૪૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
સર્વાર્થસિદ્ધિના દેવોની ચર્ચા
પૂ. ગુરુદેવના જન્મોત્સવ પ્રસંગે ભજવાયેલા એક નાટકમાં
સર્વાર્થસિદ્ધિ દેવો પરસ્પર ધર્મચર્ચા કરે છે એવું દ્રશ્ય આવ્યું હતું.
તે પ્રસંગની સર્વાર્થસિદ્ધિ દેવોની ચર્ચા અહીં આપે છે. (સં.)
પહેલાદેવ:– અહો, દેવો આપણે સૌ ભાગ્યશાળી છીએ, આપણા ભવનો કિનારો નજીક
આવી ગયો છે.
બીજા દેવ:– હા, આપણે સર્વાર્થસિદ્ધિના બધા જ દેવો હવે છેલ્લો મનુષ્યઅવતાર ધારણ
કરીને મોક્ષ પામશું.
ત્રીજાદેવ:– અહા, અહીં આપણા સર્વાર્થસિદ્ધિ વિમાનમાં બધા જ જીવો સાધક છે, બધા
જ જીવો સ્વરૂપના આરાધક છે. અહીં તો જાણે આરાધક જીવોનો મેળો
ભેગો થયો છે.
ચોથા દેવ:– વાહ, આપણા વિમાનમાં કોઈ મિથ્યાદ્રષ્ટિ તો નહિ ને એક કરતાં વધારે
ભવ પણ કોઈને નહિ.
પાંચમા દેવ:– હા, આપણે તો સિદ્ધલોકના પાડોશી છીએ. જેમ સિદ્ધલોક અહિંથી થોડે
જ દૂર છે તેમ આપણી સિદ્ધદશા પણ થોડીક જ દૂર છે.
છઠ્ઠા દેવ:– આપણે બધાય દેવોએ પહેલાંના ભવમાં મુનિમાર્ગ જોયેલો છે. પૂર્વભવે
આપણે સૌ ચૈતન્યના નિર્વિકલ્પ અનુભવરૂપ મુનિદશામાં ઝુલતા હતા. એ
સાધના જરાક અધૂરી રહી ગઈ એટલે આ એક અવતાર થયો.
સાતમા દેવ:– પહેલાંના ભવમાં આપણામાં કોઈ છઠ્ઠા–સાતમા ગુણસ્થાને હતાં અને
કોઈ આઠમા, નવમા, દસમા, કે અગિયારમા ગુણસ્થાને પણ હતાં.
આઠમા દેવ:– અને હવે મનુષ્ય થઈને ફરી મુનિદશા અંગીકાર કરશું ને ચૈતન્યદશામાં
ઝૂલતાં ઝૂલતાં મોક્ષદશાને સાધશું.
પહેલા દેવ:– આપણામાંથી કેટલાક જીવો તો અહીંથી નીકળીને તીર્થંકર થવાના છે; કોઈ
વિદેહમાં, કોઈ ભરતમાં અને કોઈ ઐરાવતમાં થશે, કોઈ જંબુદ્વીપમાં, કોઈ
ધાતકીખંડ દ્વીપમાં અને કોઈ પુષ્કરદ્વીપમાં તીર્થંકર થશે.