Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 48 of 53

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૫ :
બીજા દેવ:– આપણે બધાય અવધિજ્ઞાનના ધારક છીએ. મનુષ્યલોકમાં બનતા મહાન
મંગલ પ્રસંગો આપણે અહીં બેઠા બેઠા જાણીએ છીએ.
ત્રીજા દેવ:– તેત્રીસ સાગરનું અસંખ્ય વર્ષનું આપણું આયુષ્ય તો મુખ્યપણે
સ્વાનુભવની તત્ત્વચર્ચામાં જ વીતે છે.
ચોથા દેવ:– અહો; ચૈતન્યની આરાધનામાં જીવન વીતે તે ધન્ય છે. સ્વાનુભવની ચર્ચા
કરે છે તે પણ ધન્ય છે.
પાંચમા દેવ:– ખરેખર મોક્ષમાર્ગ સ્વાનુભવમાં સમાય છે. જૈન શાસન સ્વાનુભવમાં
સમાય છે. સુખ હોય તો તે સ્વાનુભવમાં જ છે.
છઠ્ઠા દેવ:– એ મનુષ્ય અવતાર ધન્ય છે કે જેમાં સ્વાનુભવની પૂર્ણતા કરીને મોક્ષને
સાધીએ. અહા, એ સ્વાનુભવનો અતીન્દ્રિય આનંદ અદ્ભુત છે.
સાતમા દેવ:– આપણે એ આનંદનો સ્વાદ ચાખ્યો છે. સમ્યગ્દર્શનનો એ મહાન પ્રતાપ
છે કે જે આવો અતીન્દ્રિય આનંદ આપે છે. જગતમાં તે જીવો ધન્ય છે કે
જેઓ સમ્યગ્દર્શન આરાધક છે.
આઠમા દેવ:– મનુષ્યલોકમાં એવા સમક્ત્વધારી સંતો અવારનવાર થતા જ આવે છે
અને મનુષ્યલોકમાં અઢીદ્વીપને પાવન કરે છે.
અંગ્રજી અક્ષરોને
ગુજરાતીમાં વાંચો
* Cદ્ધપ્રભુ Jવા આનંદરસને PO.
* J કોઈ Cદ્ધ થયા છે તેO ભેદVજ્ઞાનથી જ થયા છે.
* ભેદVજ્ઞાન Vના Kવળજ્ઞાન Kમ થાય?
* મહાVર પ્રભુG મોક્ષમાં BરાJ છે.
* VદેહવાC Cમંધર Gનને Aક લાખ વંદન.
– જય જિનેન્દ્ર