તેમના પ્રત્યે આ કાવ્યદ્વારા પોતાની જે ઊર્મિ વ્યક્ત કરે છે તે ગમી, તેથી અહીં
આભાર સાથે પ્રગટ કરી છે. સં.
તમે તો મારા પ્રેમી પ્રાણાધાર છો.
હે સંત મારા. જીવનના આધાર છો.
તારી કૃપાથી મારું જીવન આનંદ ચાલે,
તારી આશિષે એનાં ફૂલડાં ઊગે ને ફાલે;
જીવનના રણમાં ન્યારી વનસ્થળી છે તમારી;
તાપે તપેલું હૈયું છાયા પામે છે ભારી;
તમે છો પિતા ને માતા, સખો તમે સ્નેહી,
પ્રાણ તેમ જીવન ને દેહ વળી દેહી;
કૃપાની અખંડ વર્ષા વરસી રહેજો પ્રેમે,
અમારા વિના રહેજો વિખૂટા કદી ના કેમે,