શ્રીમદ્ રાજચંદ્રજીના અંતરમાં સહજ શુદ્ધ આત્માની કેવી ધૂન ચાલતી હશે....!
તેમણે હાથનોંધમાં નીચેના દશ બોલ દ્વારા આત્માની લગની વ્યક્ત કરી છે, તે ઉપરથી
તેમના અંતરની ધૂનનો જિજ્ઞાસુને ખ્યાલ આવશે.
* એકાંત આત્મવૃત્તિ
* એકાંત આત્મા.
* કેવળ એક આત્મા.
* કેવળ એક આત્મા જ.
* કેવળ માત્ર આત્મા.
* કેવળ માત્ર આત્મા જ.
* આત્મા જ.
* શુદ્ધાત્મા જ.
* સહજાત્મા જ.
* નિર્વિકલ્પશબ્દાતીત સહજસ્વરૂપ આત્મા જ.
(આત્મામાં અંતર્મુખવૃત્તિ તરફ તેમના પરિણામનું કેટલું જોર છે તે આમાં
દેખાય છે)
શ્રીમદ્ રાજચંદ્ર એક હાથનોંધમાં લખે છે કે:–
જાગૃત સત્તા.
જ્ઞાયક સત્તા.
આત્મસ્વરૂપ.
(આટલા ટૂંકા લખાણમાં પણ કેટલા બધા
ભાવો ભરી દીધા છે!! આત્માનો અગાધ
મહિમા પાંચ શબ્દોમાં ભરી દીધો છે.)
અહો! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ:–
અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માર્ગના
મૂળ સર્વજ્ઞદેવ:–
અહો! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત
કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ! આ
વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો
જયવંત વર્તો.