Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 53

background image
: ૪૮ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨



વૈરાગ્ય સમાચાર:–
સોનગઢમાં જેઠ સુદ પૂર્ણિમાની રાત્રે ભાવનગરવાળા
ચંદનબેન (ઉ. વર્ષ ૭૦ લગભગ) અકસ્માત સ્વર્ગવાસ પામી ગયા. પુનમના દિવસે
પ્રવચન–ભક્તિ વગેરે બધા કાર્યક્રમોમાં તો તેમણે ભાગ લીધો હતો, તથા સાધર્મી બહેનો
સાથે રાતે દસ વાગ્યા સુધી તત્ત્વચર્ચા કરી હતી ને જ્ઞાન–વૈરાગ્યની ભાવનાઓ ભાવી
હતી....પરંતુ રાતે સૂતા પછી સવારે જાગ્યા નહિ, વચ્ચે જ સ્વર્ગવાસ પામી ગયા. દૂધ
દેનારે સવારે સાદ પાડયો ને જવાબ ન મળ્‌યો ત્યારે તો એની ખબર પડી! જુઓ, આ
જીવનની ક્ષણભંગુરતાના ખેલ! સાંજે સૂતો તે સવારે જીવતો જાગશે કે કેમ તેનોય જ્યાં
ભરોસો નથી–ત્યાં પ્રમાદમાં જીવનની એક ક્ષણ પણ વેડફી નાંખવાનું મુમુક્ષુને કેમ
પાલવે? શ્રી ચંદનબેન તત્ત્વના જિજ્ઞાસુ હતા તથા પૂ. ગુરુદેવ પ્રત્યે તેમજ પૂ.
બેનશ્રીબેન પ્રત્યે ભક્તિની ઘણી લાગણી ધરાવતા હતા. છેલ્લા ત્રીસેક વર્ષથી
સોનગઢમાં રહીને સત્સંગનો લાભ લેતા હતા. સત્સંગની ભાવના અને ભક્તિના બળે
આગળ વધીને તેઓ આત્મહિત સાધે એમ ઈચ્છીએ છીએ.
જેઠ સુદ પૂનમે શેઠશ્રી ચીમનલાલ હિંમતલાલના ઘરનું વાસ્તુ હતું, તથા જેઠ વદ
ત્રીજે ભાઈશ્રી ચીમનલાલ ઠાકરશી મોદી (અને ભાઈઓ) ના ઘરનું વાસ્તુ થયું હતું.
સવારના પ્રવચનમાં પૂજ્યપાદ સ્વામી રચિત ઈષ્ટોપદેશ વંચાતું હતું તે જેઠ વદ
બીજના રોજ (પ૬ પ્રવચનદ્વારા) સમાપ્ત થયું છે. ને જેઠ વદ ત્રીજથી યોગીન્દુદેવ
રચિત યોગસાર ઉપર પ્રવચનો શરૂ થયા છે. બપોરના પ્રવચનમાં નિયમસાર વંચાય છે.
અષાડ માસના મંગલ દિવસો
(પૂજાસંગ્રહના આધારે)
સુદ ૬ વર્ધમાન–ગર્ભકલ્યાણક (વૈશાલી–કુંડગ્રામ)
સુદ ૭ નેમિનાથ–મોક્ષકલ્યાણક (ગીરનાર)
વદ ૧ વીરશાસનપ્રર્વતન (દિવ્યધ્વનિ દિન) (રાજગૃહી)
વદ ૨ મુનિસુવ્રત–ગર્ભકલ્યાણક (રાજગૃહી)
વદ ૧૦ કુંથુનાથ–ગર્ભકલ્યાણક (હસ્તિનાપુર)
(શ્રાવણમાસનો શિક્ષણવર્ગ બીજા શ્રાવણમાં રાખવામાં આવશે.)