: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૩ :
પ્રગટતું તો તેનું સાચું કારણ પોતે સેવતો નથી–એમ સમજી લેવું. જ્ઞાનીઓ અને શાસ્ત્રો
અંતર્મુખ થવાનું કહે છે, તે પ્રમાણે જો પોતે આત્મરસ પ્રગટ કરીને અંતર્મુખ થાય તો
એક ક્ષણમાં પોતાને સમ્યગ્દર્શન જરૂર થાય. બીજાને શું થાય છે તે ન જોતાં પોતામાં શું
થાય છે તે વિચારવું જોઈએ, અને પોતાની ભૂલ હોય તે ટાળીને સાચો ઉદ્યમ કરવો
જોઈએ. જે સાચો ઉદ્યમ કરશે તેને તેનું ફળ જરૂર આવશે. (બીજી એક વાત)–કદાચ
થોડી વાર લાગે તોપણ આત્મહિતના પ્રયત્નમાં કંટાળવું કે થાકવું ન જોઈએ; જિજ્ઞાસાને
પુષ્ટ કરીને સતતપણે પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ.
* અત્યારે રામચંદ્રજી તથા સીતાજી ક્્યાં છે? (નં. ૨૪).
ભગવાન રામચંદ્રજી મોક્ષમાં છે, સીતાજી સ્વર્ગમાં છે.
* રત્નત્રય મેળવવાનો ઉપાય શું? (નં. ૨૪).
પરભાવનો પ્રેમ છોડીને નિજસ્વભાવની આરાધના કરવાથી રત્નત્રય પ્રગટે છે.
અને એવી આરાધના માટે આરાધક જીવોનો સંગ એ મુખ્ય સાધન છે.
* લોકાકાશ કેટલું મોટું હશે? (નં. ૪૬૨).
જેટલા આપણા આત્મપ્રદેશો છે એટલા જ લોકાકાશના લોકપ્રદેશો છે. એટલે
પ્રદેશ સંખ્યાથી લોકાકાશ બરાબર આત્મા જેવડું છે. આપણા આખા ભારતદેશને ને
છએ ખંડને કરોડો અબજો ગુણા કરીએ તો તેનાથી પણ અસંખ્યાતગણું મોટું લોકાકાશ
છે. તેનું માપ ૩૪૩ ઘનરાજુપ્રમાણ છે.
અમારા કોલેજ––સભ્યો
(અમારી કોલેજમાં દાખલ થઈને દશ અક્ષરની ડીગ્રી મેળવો)
આપણા કોલેજીયન–સભ્ય ભાઈશ્રી ચેતન જૈન (ફત્તેપુરવાળા) કે જેઓ
બાલવિભાગમાં ખૂબ જ રસ લઈ રહ્યા છે ને ઉત્સાહપૂર્વક સહકાર આપી રહ્યા છે,
તેમની પ્રેરણાથી અમદાવાદના કે. જે. જૈન છાત્રાલયના ૪પ જેટલા વિદ્યાર્થીઓ
(જેમાં ઘણા ખરા કોલેજીયન છે–) ઉત્સાહથી બાલવિભાગના સભ્ય બન્યા છે; તેમાં
B.A ; M.A. ; B.Sc; તથા L.L.B. ના વિદ્યાર્થીઓ પણ ઘણા છે.–પણ તેઓ બધા
કહે છે કે અમે તો બાલવિભાગની અધ્યાત્મકોલેજમાં અભ્યાસ કરીને એક નવીન
અને લાંબી ડીગ્રી પ્રાપ્ત કરવા માંગીએ છીએ–કે જે ડીગ્રી પ્રાપ્ત કર્યા પછી બીજી કોઈ
ડીગ્રી માટે ફાં–ફા મારવા ન પડે.–દશ અક્ષરની તે લાંબી ધાર્મિક ડીગ્રી આ પ્રમાણે
છે– B.H.E.D. V.I.G.Y.A.N. આ ડીગ્રી એવી છે કે તેને માટે પ્રયત્ન કરનાર
કોઈ નાપાસ થાય નહિ, અને વળી એનો કોર્સ માત્ર છ મહિનાનો! કોલેજપ્રવેશ
બધાને મળે અને ફી કાંઈ નહિ.