Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 58

background image
: ૩૨ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
વ્યાખ્યાન ભરેલા છે પરંતુ તે સાંભળવા માટેના મશીનો ન હોવાથી સાંભળી શકતા નથી,
એટલે લગભગ નકામા બની ગયા છે. માત્ર અઢાર વર્ષમાં આ સ્થિતિ–પરિવર્તન થયું.
જ્ઞાનમાં જે વસ્તુ પરિણમી ગઈ હોય તેને કાળનો ઘસારો લાગે નહિ. (ટેપરેકર્ડમાં દિવ્યધ્વનિ
ઊતરી શકે કે કેમ તે પણ વિચારણીય છે.)
છેલ્લી મહત્ત્વની વાત એ છે કે જ્ઞાનનું સાધન એ કોઈ બાહ્ય વસ્તુઓમાં નથી, જ્ઞાનનું
ખરું સાધન પોતાનો આત્મા છે. માટે પરાશ્રિત ભાવના છોડીને આત્મા તરફ વલણ કરવું.
* પ્ર
–આઠ વર્ષના બાળક કેવળજ્ઞાન પામે છે, તો અમારે આત્માને ઓળખવા
શું કરવું? (નં. ૬૧૮)
– જે રસ્તે તે બાળક આઠ વર્ષે કેવળજ્ઞાન પામે છે તે જ રસ્તો લેવો.
અને જો આ ભવમાં આત્મજ્ઞાન કરીને સાથે લઈ જઈશું તો પછીના ભવોમાં જન્મથી
જ આત્મજ્ઞાન હશે, –આઠ વર્ષના થવાની પણ રાહ નહિ જોવી પડે.
પ્ર
– આઠ વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને આત્મજ્ઞાન હોય?
– જી હા! ઘણા આરાધક જીવો તેમજ તીર્થંકરો પૂર્વભવમાંથી આત્મજ્ઞાન સાથે
લઈને જ અવતરે છે; તેઓ જન્મથી જ આત્મજ્ઞાની હોય છે. હજી ચાલતાં ન આવડતું હોય
છતાં આત્મજ્ઞાન હોય ને મોક્ષમાર્ગમાં ચાલતા હોય. વાહ! એ બાળમહાત્મા કેવા હશે!
વિદેહક્ષેત્રમાં અત્યારે એવા ઘણાય નાનકડા આત્મજ્ઞાનીઓ બાળપણાના ખેલ ખેલતા હશે.
આઠ વર્ષ કરતાં નાની ઉંમરમાં મુનિપણું કે કેવળજ્ઞાન ન સંભવે, પણ આત્મજ્ઞાન સંભવે (–તે
પણ અત્યારે ભરતક્ષેત્રમાં ન સંભવે, વિદેહક્ષેત્રમાં સંભવે.)
પંચમકાળ શરૂ થયા પહેલાં આરાધક જીવો ભરતક્ષે્રત્રમાં પણ અવતરતા; પરંતુ હવે
પંચમકાળ શરૂ થઈ ગયા પછી આરાધક જીવો ભરતક્ષેત્રમાં અવતરતા નથી, વિદેહક્ષેત્રમાં જ
અવતરે છે. હા, ભરતક્ષેત્રના જીવો જન્મ્યા પછી આરાધકપણું પ્રગટ કરી શકે છે.
પ્ર
–પંચમકાળમાં કોઈ મોક્ષ પામી શકે?
–હા; ચોથાકાળમાં જન્મ્યો હોય એવો જીવ પંચમકાળમાં પણ મોક્ષ પામી શકે
(જેમકે–ગૌતમસ્વામી, સુધર્મસ્વામી, જંબુસ્વામી;) પરંતુ પંચમકાળ શરૂ થયા પછી જન્મેલો
કોઈ જીવ તે ભવે મોક્ષ પામી શકે નહિ.
*
(નં. ૩૮પ) સુરતનો પ્રશ્ન:– ઘણા જીવો એક જ વખતના જ્ઞાનીના સમાગમથી
સમ્યગ્દર્શન પામી ગયા, ને અલ્પ કાળમાં કેવળજ્ઞાન પણ પામી ગયા,–એના ઉદાહરણ
પુરાણોમાં છે, (અંજનચોર વગેરે.) તો અમારા જેવા ઘણા લોકો જ્ઞાનીને અનેક વખત મળે
છે, પ્રેમથી ઉપદેશ સાંભળે છે ને અધ્યાત્મશાસ્ત્રો વાંચે છે, છતાં ઘણા વર્ષથી સમ્યગ્દર્શન કેમ
નથી થતું?
–ભાઈશ્રી, સાચું કારણ આપે તેને સાચું કાર્ય પ્રગટે એવો નિયમ છે કાર્ય નથી