: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૧ :
ઉ:– તીર્થંકર ભગવાન બિરાજતા હોય ત્યાં સમવસરણની રચના થાય, અને તે
સમવસરણમાં, ગણધરાદિ સભાજનોની હાજરીમાં જ ભગવાનની દિવ્યધ્વનિ છૂટે.
તીર્થંકર સિવાય બીજા લાખો કેવળીભગવંતો તેરમા ગુણસ્થાને અરિહંતપણે બિરાજી
રહ્યા છે, તેમાં કેટલાક મૂક (વાણી વગરના) કેવળી છે ને કેટલાક કેવળી ભગવંતોને
વાણી હોય છે, તેઓને પણ દિવ્યધ્વનિ હોય છે; તે દિવ્યધ્વનિ મુખથી નહિ પરંતુ
શરીરના સર્વાંગેથી છૂટે છે. ને તેવા કેવળીભગવંતોને દિવ્ય ગંધકૂટિની રચના થાય છે,
તેની શોભા પણ સમવસરણ જેવી દિવ્ય હોય છે. એ બધાનું વર્ણન જ્ઞાનીઓની વાણીમાં
ને શાસ્ત્રોમાં એટલું અદ્ભુત છે કે નજરે જોવાનું મન થઈ જાય છે ને એ નજરે જોઈએ
ત્યારે જ તેનો ખરો આનંદ આવે, એને નજરે નીહાળનારા ઘણા જીવો અદ્ભુત–ચૈતન્ય–
મહિમા પ્રગટ કરીને સમ્યગ્દર્શન પામી જાય છે. કેવળજ્ઞાન થયા પછી કોઈ જીવ પૃથ્વી
ઉપર વિચરે નહિ, આકાશમાં પાંચ હજાર ધનુષ ઊંચે જ વિચરે.
* પ્ર
૦ –સ. નં. ૭૦૬ પૂછે છે–ભગવાનના વખતમાં ટેપરેકોર્ડિંગની તથા ફોટા
પાડવાની શોધ કેમ નહિ થઈ હોય? તે વખતે ધુરંધર આચાર્યો એવી વિદ્યા જાણતા તો
હોય; જો ટેપરેકોર્ડિંગ થયું હોત તો આજે આપણે પ્રભુની વાણી પ્રત્યક્ષ સાંભળી શકત!
ઉ
૦ –આપની જિજ્ઞાસાનો પ્રશ્ન સારો છે. પરંતુ, ભાઈશ્રી! દિવ્યધ્વનિના શ્રવણ
વડે આપણે જે કાર્ય સાધવાનું છે તે કાર્ય અત્યારે જ્ઞાનીનાં વચનો વડે પણ સાધી શકાય
છે; કેમકે જ્ઞાનીનાં વચન તે પણ જિનવાણીનો જ અંશ છે. દિવ્યધ્વનિરૂપી અમૃતના
દરિયા વડે જે કાર્ય સાધી શકાય તે કાર્ય જ્ઞાનીના વચન રૂપી અમૃતના એક ઘૂંટડાવડે
પણ સાધી શકાય છે. –અને એટલું મહાભાગ્ય તો આપણને આજેય મળે જ છે.
બીજી વાત એ છે કે મશીન વગેરે દ્વારા ઉપદેશના શ્રવણ કરતાં જ્ઞાનીનાં
ઉપદેશનું સીધું શ્રવણ વધુ મહત્ત્વનું છે.
ત્રીજી વાત એ છે કે મુનિવરો વગેરે વિશિષ્ટ વિદ્યા જાણતા હોય તો પણ
સામાન્યપણે તેઓ તેનો ઉપયોગ કરતા નથી, તેઓ તો આત્માની સાધનામાં મશગુલ છે.
ચોથી વાત એ કે, જેને દિવ્યધ્વનિના સીધા શ્રવણ જેવું મહાભાગ્ય અને વિશિષ્ટ
પાત્રતા હોય તેને તો કોઈ ને કોઈ પ્રકારે દિવ્યધ્વનિનું શ્રવણ મલી જાય છે. (–જેમકે
કુંદકુંદાચાર્યદેવને સીમંધરનાથની દિવ્યધ્વનિનું સાક્ષાત્ શ્રવણ મળ્યું. –વગેરે.)
પાંચમી વાત–જ્ઞાનનાં નિમિત્તોનું ટકવું તે પણ જીવોની યોગ્યતા તથા દેશ–કાળ
અનુસાર હોય છે. એક દાખલો આપું–સત્તર–અઢાર વર્ષ પહેલાં વાયર–રેકોર્ડિંગ મશીનથી
સ્ટીલ–વાયરમાં ગુરુદેવના પ્રવચનો પહેલવહેલા ઊતર્યા, અને ઘણી હોંસથી તે કેટલાક
વર્ષ સુધી સાંભળ્યા; આજેય તે વાયરના રીલમાં