: ૩૦ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
કરવો જોઈએ. ને મુમુક્ષુને જીવનમાં એ એક જ મહત્ત્વનું કાર્ય છે.
* સભ્ય નં. ૬૯૨ નડીયાદથી પૂછે છે–
મોક્ષ ક્્યાં આવ્યું?–આત્મામાં.
તે મેળવવા માટે શું કરવું?–આત્માને જાણીને તેમાં લીન થવું.
અમરફળ કોને કહેવું?–મોક્ષને
તે મેળવવા શું કરવું?–સ્વાનુભવ.
કૈલાસગિરિ ક્્યાં આવ્યું? ઉત્તર દિશામાં. (મૂળ કૈલાસપર્વત અત્યારે આપણને મળતો નથી.)
ચંપાપુરી ક્્યાં આવ્યું? કલકત્તાથી લગભગ ૨પ૦ માઈલ દૂર, ભાગલપુર સ્ટેશનથી
બે માઈલ દૂર. સમ્મેદશિખરથી લગભગ ૨૦૦ માઈલ દૂર.
તે યાત્રાધામો પ્રખ્યાત શા માટે છે? તીર્થંકર ભગવંતો ત્યાં વિચર્યા તેથી; તેને જોતાં
તીર્થંકરોના પવિત્ર જીવનનું સ્મરણ થાય ને આરાધનાનો ઉત્સાહ જાગે.
* નિજાનંદભાઈ (કહાનનગર સોસાયટી. દાદર) પૂછે છે:–‘વાંચકો સાથે વાતચીત’ વડે
પ્રભાવીત થઈને હું આ પ્રશ્ન પૂછવા પ્રેરાયો છું. અહીં એક વિદ્વાન પાસેથી સાંભળ્યું કે જેમ દેહ
અને વસ્ત્ર ભિન્ન છે તેમ આત્મા અને દેહની ક્રિયા ભિન્ન છે.–એમાં તો શંકા નથી; પરંતુ,
દિવ્યધ્વનિને અને ભગવાનને પણ સંબંધ નથી–એ વાત બરાબર બેસતી નથી,–તો સમજાવશો.
ભાઈ, જો આત્મા અને દેહની ભિન્નતાની પહેલી વાત તમને બરાબર બેઠી હોત તો,
ભગવાનની અને દિવ્યધ્વનિની ભિન્નતાની બીજી વાત પણ તમને તરત બેસી જાત. એટલું
સમજી લેવું જરૂરી છે કે જીવ એ ચેતનતત્ત્વ છે, ને દિવ્યધ્વનિ તે અચેતનતત્ત્વની રચના છે.
દિવ્યધ્વનિ એ પૌદ્ગલિક રચના હોવાથી તે કાને અથડાય છે, ચેતનતત્ત્વ કાને અથડાય નહિ;
આ પ્રકારે બંને ભિન્ન ભિન્ન તત્ત્વો છે, ને બે ભિન્ન તત્ત્વો વચ્ચે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ હોય
તોપણ કર્તાકર્મપણું હોતું નથી. આ પ્રકારની ભિન્નતા સમજાવવા, દિવ્યધ્વનિને અને
ભગવાનને સંબંધ નથી એમ કહેવામાં આવે છે.
દિવ્યધ્વનિ સંબંધી તમારા બીજા પ્રશ્નો–
પ્ર:– દિવ્યધ્વનિ શા હેતુથી નીકળે છે?
ઉ:– ભવ્ય જીવોના મહાન ભાગ્યોદયથી, અને ભગવાન અરિહંતદેવને તે પ્રકારનો
વચનયોગ હોવાથી દિવ્યધ્વનિ સહજપણે ઈચ્છા વગર નીકળે છે; ને અસંખ્ય શ્રોતાજનો
ભક્તિપૂર્વક તે સાંભળીને ચૈતન્યની સમજણવડે પોતાનું કલ્યાણ કરે છે.
પ્ર:– દિવ્યધ્વનિ કેટલો સમય સંભળાય છે?
ઉ:– તીર્થંકર ભગવાનની દિવ્યધ્વનિ સવારે, બપોરે, સાંજે ને મધ્યરાત્રે એમ દરરોજ
ચાર વખત છ–છ ઘડી સુધી (એટલે લગભગ અઢી કલાક, અને કૂલ દસ કલાક) છૂટે છે. તે
ઉપરાંત ચક્રવર્તી વગેરે મહાપુરુષો પ્રશ્ન પૂછે ત્યારે પણ દિવ્યધ્વનિદ્વારા તેનો ઉત્તર આવે છે.
પ્ર:– સમવસરણમાં જ દિવ્યધ્વનિ નીકળે
કે સમવસરણ વગર પણ તે નીકળી શકે?