ખાં
(૧૩)
ઉત્તર:– તમારો પ્રશ્ન ટૂંકો હોવા છતાં ઘણો મહત્ત્વનો છે. ‘શુદ્ધ’ નો અર્થ
પોતાનો જે સહજ ભાવ તેને શુદ્ધસ્વભાવ કહેવાય. અથવા અંતરની ભૂતાર્થદ્રષ્ટિવડે
સ્વાનુભૂતિમાં જે કાંઈ અનુભવાય તે ‘શુદ્ધ’ , અને તે અનુભૂતિમાંથી જે બહાર રહી
જાય તે ‘શુદ્ધ’ નહિ. ‘શુદ્ધ’ સ્વભાવમાં અપૂર્ણતા ન હોય, વિકાર ન હોય, પરસંગ ન
હોય. સંગ વિનાનો, વિકાર વિનાનો, પૂર્ણ એવો જે જ્ઞાનાનંદે ભરેલો ભાવ તે આત્માનો
શુદ્ધસ્વભાવ છે. એ શુદ્ધ સ્વભાવનો મહિમા સર્વે સન્તોએ ગાયો છે, હજારો શાસ્ત્રોએ
એનો અપાર મહિમા બતાવ્યો છે, અનંતા જીવો એની પરમ પ્રીતિ કરી કરીને મોક્ષમાં
સિધાવ્યા છે; અસંખ્ય જીવો એની આરાધના વડે મોક્ષનો સાધી રહ્યા છે પોતાનો
શુદ્ધસ્વભાવ જેણે જાણી લીધો તેણે મોક્ષને હથેળીમાં લઈ લીધો. બાકી તો શુદ્ધ–
સ્વભાવના વર્ણનનો શબ્દોથી પાર ન પડે, અનુભવથી જ એનો પાર પમાય.
*
છોડીને, એટલે કે બધેથી રુચિ પાછી હટાવીને આત્મામાં જ રુચિ જોડીને અંતરમાં
આત્માને દેખવા માટે છ મહિના એકધારો પ્રયત્ન કર તો જરૂર તારા અંતરમાં જ તને
તારો આત્મા દેખાશે એટલે કે અનુભવાશે ને તને મહાન આનંદ થશે. આત્મા જેમ બીજી
બધી વસ્તુઓને જાણે છે તેમ તે પોતે પોતાને પણ જરૂર જાણી શકે, –પણ તે સ્વાનુભૂતિ
વડે જણાય, બીજી રીતે જણાય નહિ. તે માટે તેની ખરેખરી ઊંડી ધગશ ને તમન્ના
જગાડીને જ્ઞાનીના સત્સંગમાં તેનો જોરદાર પ્રયત્ન