: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩૭ :
ગયા અંકના પ્રશ્નોના જવાબ
(૧) નવતત્ત્વોમાંથી શુદ્ધજીવ, અને
મોક્ષતત્ત્વ ગમે છે, તથા મોક્ષના
કારણરૂપ સંવર–નિર્જરા તત્ત્વ ગમે
છે. બીજા તત્ત્વો સંસારનું કારણ
હોવાથી ગમતાં નથી.
(૨) સૌરાષ્ટ્રમાંથી બાવીસમા નેમિનાથ
તીર્થંકર ગીરનાર પર્વત ઉપરથી
મોક્ષ પધાર્યા છે.
1. શરીરમાં જ્ઞાન ન હોય, જ્ઞાન તો
આત્મામાં હોય.
2. જીવનું લક્ષણ શરીર નથી, જીવનું
લક્ષણ તો જ્ઞાન છે. (શરીર તો જડ
છે.)
3. શરીરને સુખ–દુઃખ થતું નથી;
સુખ કે દુઃખ આત્માને થાય છે.
કોયડાનો જવાબ
તીર્થંકરદેવ–અરિહંતભગવાન: તેઓ
આકાશમાં ચાલે છે, સમવસરણનો અપાર
વૈભવ છે, પણ તેમને વસ્ત્ર હોતાં નથી;
દુનિયાના રાજા છે પણ મુગટ પહેરતા
નથી, તેઓ બોલે છે પણ મોઢું ખોલતા
નથી, તેમના હોઠ ચાલતા નથી પણ
આખા શરીરેથી દિવ્યધ્વનિ નીકળે છે. અને
તેઓ આપણા ભગવાન હોવાથી આપણને
બહુ જ ગમે છે.
નવા પ્રશ્નો
1. સિદ્ધભગવાનનું સાથીદાર.........તત્ત્વ છે.
2. મુનિરાજનું સાથીદાર.........તત્ત્વ છે.
3. નારકીનું સાથીદાર.........તત્ત્વ છે.
4. સ્વર્ગના દેવનું સાથીદાર.........તત્ત્વ છે.
(૨) આપણા ૨૪ તીર્થંકરોમાંથી સૌથી
વધુ તીર્થંકરો ક્્યાંથી મોક્ષ પામ્યા?
(૩) કોઈ પણ પાંચ આચાર્ય–મુનિરાજનાં
આ અંકનો કોયડો
પાંચ અક્ષરની એક વસ્તુ છે,
જગતમાં સૌથી ઉત્તમ છે,
આપણા ભગવાનનું એ લક્ષણ છે,
આપણને બહુજ ગમે છે;
તે અરિહંત પાસે છે ને સિદ્ધ પાસે ય છે;
પણ બીજા કોઈ પાસે નથી.
પહેલા ત્રણ અક્ષરનો અર્થ ‘ફક્ત’ થાય છે.
બીજો અને પાંચમો અક્ષર ‘વન’ માં છે.
ચોથા અને પાંચમા અક્ષરમાં જ્ઞાન ભર્યું છે,
પાંચમો અને ત્રીજો અક્ષર ભેગા કરીએ તો
તે આપણને પાણી આપે છે.
એની ઓળખાણ કરતાં સમકિત થાય છે.
–એ વસ્તુ કંઈ?
[જવાબો તા. ૧૦ પહેલાં લખી મોકલો.]
સરનામું:– સંપાદક આત્મધર્મ, સોનગઢ (સૌરાષ્ટ્ર)