: ૩૮ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
કારણ આપીને સમજાવો
[અભ્યાસી જિજ્ઞાસુઓ માટે અહીં છ વાત લખી છે, પરંતુ તેનાં કારણ અધૂરા રાખેલ
છે, તો આસપાસની સંધિ વિચારીને તે પૂરા કરો.]
(૧) પરમાત્માને જે જાણે તે જ પરમાણુને જાણી શકે છે, કેમકે–
(૨) દરેક મોક્ષગામી જીવે એકવાર તો કેવળી કે શ્રુતકેવળીના સાક્ષાત્ દર્શન
જરૂર કર્યા હોય છે, કેમકે–
(૩) આહારકશરીરધારી મુનિવરોને મનઃપર્યયજ્ઞાન હોતું નથી, કેમકે–
(૪) ક્ષાયકસમકિતી તિર્યંચો અસંખ્યાતા છે. પરંતુ તેમાંના કોઈ પણ
જ્ઞાયકસમકિતી તિર્યંચને પંચમગુણસ્થાન હોતું નથી, કેમકે–
(પ) પંચગુણસ્થાનવર્તી તિર્યંચો અસંખ્યાત છે. પરંતુ તેમાંના કોઈ જીવને ક્ષાયક
સમ્યકત્વ હોતું નથી, કેમકે–
(જવાબો આવતા અંકમાં પ્રસિદ્ધ થશે; લખી મોકલવાના નથી.)
૧૧૦૦ ઉપરાંત બાલમિત્રોના જે સેંકડો પત્રો આવે છે તેની વ્યવસ્થા કરવામાં
જો આપ અમને મદદરૂપ થવા ઈચ્છતા હો તો–
* દરેક પત્રમાં સભ્ય નંબર તથા સરનામું જણાવો.
* પ્રશ્નોના જવાબ, તમારા નવા પ્રશ્નો, નવા સભ્યનું નામ–એ બધી વિગત
એક જ પત્રમાં ન લખતાં દરેક વસ્તુ જુદાજુદા પોસ્ટકાર્ડમાં લખો.
મને ખાતરી છે કે મારા નાનકડા મિત્રો આટલી મદદ જરૂર કરશે.
બીજું, દરેક સભ્યનો નંબર તથા નામ લખેલું રંગીન સભ્યપત્રક (આંબાનું
ઝાડ) દરેક સભ્યને મોકલાઈ રહ્યું છે. પહેલી તારીખ સુધીમાં આપને ન મળે તો સભ્ય
નંબર અને પૂરા સરનામા સહિત અમને લખો. –जय जिनेन्द्र
ભેટ પુસ્તક
“આત્મધર્મ” ના ચાલુ સાલના બધા ગ્રાહકોને ભેટ આપવા માટે સમયસાર–
હરિગીત વગેરેના સંગ્રહરૂપ “શાસ્ત્રસ્વાધ્યાય” પુસ્તક તૈયાર થયેલ છે. તે પર્યુષણ
લગભગમાં ગ્રાહકોને ભેટ અપાશે. આ સંબંધી વ્યવસ્થાની વિશેષ માહિતી આવતા
અંકમાં જણાવશું.