: ૪૦ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
બાલવિભાગનું આંબાનું ઝાડ
(ચત્રન સમજણ)
• બાલ–બંધુઓ; આપણા બાલવિભાગના ‘સભ્યપત્રક’ તરીકે ‘આંબાનું ઝાડ’ તમને સૌને મળી
ગયું હશે. આ સભ્યપત્રક મઢાવીને ઘરમાં ટાંગી રાખજો, ને તેમાં બતાવેલા ફળની હંમેશા
ભાવના ભાવજો.
• સભ્યપત્રકમાં સૌથી ઉપર લખ્યું છે–“અમે જિનવરનાં સન્તાન” એટલે કે આપણે
જિનવરદેવની આજ્ઞામાં રહેનારા અને જિનવરના માર્ગે ચાલનારા છીએ.–આવી દરેક
સભ્યનીભાવના હોય.
• બંને બાજુ ઉભેલા સભ્યો જૈન ઝંડો ફરકાવી રહ્યા છે–જેમાં ‘જય જિનેન્દ્ર’ લખેલું છે; એટલે
જૈનધર્મની પ્રભાવના માટે સૌને ઉત્સાહ હોય.
• હવે આંબાનું ઝાડ જુઓ–કેવું મજાનું ઝાડ છે, ને કેવી સરસ કેરીઓ પાકી છે! તે ખાવાનું મન
થાય છે ને! જુઓ, કેટલાક સભ્યો (ભાઈ–બેનો) તો તે લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે; ને
સમ્યગ્દર્શન તથા સમ્યગ્જ્ઞાનરૂપી કેરી તોડવાની તૈયારીમાં છે.
• સમ્યગ્દર્શન ને જ્ઞાનની સાથે જિનપૂજા–સ્વાધ્યાય, ભક્તિ ને વૈરાગ્ય પણ છે, એટલે તે પણ
દરેક મુમુક્ષુના જીવનમાં સાથે હોય છે.
• હવે એથી જરા ઊંચે એક વાનરભાઈ બેઠા છે ને દેશવ્રતરૂપી કેરી ખાય છે; તે એમ સૂચવે છે કે
તિર્યંચજીવોને પણ સમ્યગ્દર્શન અને દેશવ્રત (પંચમ ગુણસ્થાન) હોઈ શકે છે.
• પછી જરા ઊંચે ચારિત્રરૂપી કેરી લેવા માટે એક બાળક હાથ લંબાવી રહ્યો છે–જે વસ્ત્ર વગરનો
છે; એટલે કે ચારિત્રદશા બાળક જેવી નિર્વિકલ્પ (દિગંબર) હોય છે એમ તે સૂચવે છે.
• આ તરફ કેવળજ્ઞાનરૂપી મોટી કેરી લેવા માટે ત્રણ બાળકો સંપીને કેવી મહેનત કરી રહ્યા છે!
છતાં તે જરા દૂર રહી જાય છે. તે એમ સૂચવે છે કે અત્યારે અહીંના જીવોને કેવળજ્ઞાન નથી,
પણ નજીકમાં અલ્પકાળમાં તે પ્રાપ્ત કરશે.
• બીજું આ બાળકો નીચા નમીને એકબીજાને સહાય કરી રહ્યા છે, તે એવા સરસ ભાવ સૂચવે
છે કે ધર્મની સાધનામાં બધા સાધર્મીઓએ નમ્રપણે એકબીજાને ટેકો અને પ્રોત્સાહન આપવું
જોઈએ.
• સૌથી ઉપર મોક્ષની કેરી છે.
બંધુઓ! આપણે આપણા જીવનમાં અત્યારથી જ જો સાચા ધર્મના સંસ્કારો વાવીશું તો તે
સંસ્કાર વધી વધીને તેમાંથી આવું મજાનું ધર્મરૂપી આંબાનું ઝાડ ઊગી નીકળશે ને તેના મધુરા
આનંદદાયી ફળ ખાતાં ખાતાં આપણે મોક્ષમાં જઈશું.
• બાળકોમાં આવા સંસ્કાર રોપવા માટે આપણો “બાલવિભાગ” છે.
जय जनन्द्र