: ૨ : આત્મધર્મ : અધિક શ્રાવણ : ૨૪૯૨
સાધકના રણકાર
સિદ્ધપદને સાધવા નીકળેલો મુમુક્ષુ પોતાના પરમાત્મસ્વરૂપની
પ્રતીતના રણકાર કરતો સ્વસન્મુખ થઈને સિદ્ધપદને સાધે છે–તેનું
જોશદાર વર્ણન: (યોગસાર ઉપરના પ્રવચનમાંથી)
જિનવાણીના ચારે અનુયોગના લાખો કથનનો સાર આ છે કે હું પરમાત્મા છું–
એમ પોતાના સ્વરૂપને પ્રતીતમાં લઈને તેનું ચિન્તન કરવું. જેવા પરમાત્મા તેવો જ હું
એમ પરમાત્મસ્વરૂપની પ્રતીતના પડકાર કરતો જે આત્મા જાગ્યો તેને રાગની રુચિ રહે
નહિ; હવે ક્્યાંય અટક્યા વગર પરમાત્મા થયે જ છૂટકો. આ રીતે પોતાના આત્માને
સર્વજ્ઞ સમાન પૂર્ણસ્વરૂપે અનુભવમાં લેવો તે સર્વ જિનસિદ્ધાંતનો સાર છે.
“જિન સોહી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ;
યેહી વચનસે સમજ લે જિન–પ્રવચનકા મર્મ”
પૂર્ણતાને સાધવા ઊપડ્યો તેની પ્રતીતના પડકાર છાના રહે નહીં. રણે ચડેલા
રજપૂત કાયરતાની વાત કરે નહિ, તેમ ચૈતન્યની પરમાત્મદશાને સાધવા માટે રણે
ચડેલો મુમુક્ષુ રાગની રુચિમાં રોકાય નહિ; રાગ નહિ, અલ્પતા નહિ, હું પૂર્ણાનંદથી ભરેલો
પરમાત્મા છું–એમ સત્ સ્વભાવના રણકાર કરતો જાગ્યો તેની શૂરવીરતા છાની રહે નહિ.
હું પરમાત્મા છું એમ સ્વસન્મુખ થઈને જે અનુભવે તે જ બીજા પરમાત્માને
સાચા સ્વરૂપે ઓળખી શકે છે. પોતામાં પરમાત્મપણું દેખ્યા વગર બીજા પરમાત્માના
સ્વરૂપની સાચી ઓળખાણ થઈ શકે નહિ. માટે બીજી બધી વિકલ્પજાળ છોડીને હે જીવ!
સ્વમાં ઉપયોગ જોડીને ‘હું જ સર્વગુણસંપન્ન પરમાત્મા છું’ એમ આત્માનો અનુભવ કર.
–એ જ સિદ્ધાંતનો સાર છે.
‘હું રાગી, હું દ્વેષી’ એવા સ્વરૂપે આત્માને ચિંતવતાં પરમાત્મપણું નહિ પ્રગટે;
પણ રાગી હું નહિ, હું તો પરમાત્મા છું–એમ આત્માને પરમાત્મસ્વરૂપે ચિંતવતાં
પરમાત્મપણું પ્રગટે છે. હે જીવ! આ લોકોત્તર વીતરાગમાર્ગને સાધતાં તું લોકેષણામાં
અટકીશ નહિ, લોક શું કહેશે–તેની સામે જોઈને રોકાઈશ નહિ. શાસ્ત્રોના વિકલ્પોમાં
અટકીશ નહિ ને મોટા પંડિતો શું માને છે તેની ચર્ચામાં રોકાઈશ નહિ. એ બધી
વિકલ્પજાળને તોડીને તારા પરમ