: ૪૮ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
• નંદીશ્વર અષ્ટાહ્નિકા:– દરમિયાન શ્રી જિનેન્દ્રસહસ્ર–અષ્ટોત્તરનામ–
મંડલવિધાનપૂજન ઘાટકોપરના પુષ્પાબેન દોશી તરફથી થયું હતું. સોનગઢમાં આ
પૂજનવિધાન ત્રીજીવાર થયું. આ પૂજનમાં ૧૦૦૮ ગુણવાચક નામો દ્વારા ત્રિકાલવર્તી
તીર્થંકરોનું પૂજન કરવામાં આવે છે. વિધાન દશ દિવસ ચાલ્યું હતું ને અષાડ વદ બીજે જિનેન્દ્ર
અભિષેકપૂર્વક પૂર્ણાહૂતિ થઈ હતી.
બાહુબલી અભિષેક:– શ્રવણબેલગોલ (મૈસુર) ના સુપ્રસિદ્ધ બાહુબલી–
ગોમટેશ્વર ભગવાનના પ૭ ફૂટ ઊંચા પ્રતિમાજીનો અભિષેક આવતી સાલમાં તા. ૧–૧–
૬૭ના રોજ થવાનું નક્કી થયું છે. તેની સ્તંભપ્રતિષ્ઠા તા. ૨પ–૮–૬૬ તથા નાંદીમંગલ વગેરે
વિધાન તા. ૧૮–૧૨–૬૬ના રોજ છે. (લગભગ તેર વર્ષ બાદ આ મહાઅભિષેક થઈ રહ્યો છે.)
પંચપરમેષ્ઠી
अનાદિ અજ્ઞાન ટાળવા,
सिદ્ધપદને સાધવા,
आત્મસ્વરૂપને અનુભવું,
उપયોગને ત્યાં લીન કરું,
साધુ થઈને સિદ્ધ બનું.
બંધુઓ, પાંચ લીટીમાં કેવી મજાની ભાવના છે! હવે આ પાંચ લીટીમાંથી આપણે
પંચપરમેષ્ઠીને શોધી કાઢવાના છે. (ન જડે તો આ અંકમાં બીજે ક્્યાંક જવાબ છાપેલ છે
તેમાંથી શોધી કાઢો.)
અમદાવાદમાં શ્રી રસિકલાલ મણિલાલના ધર્મપત્ની નિર્મળાબેન તે (ધરમચંદ
જગજીવન માસ્તરની બહેન) તા. ૬–૭–૬૬ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. મૃત્યુ અગાઉ તેઓ
દેવ–ગુરુનું તથા સોનગઢનું સ્મરણ કરતા હતા. તેઓ કોઈ કોઈવાર સોનગઢ આવીને પણ
લાભ લેતા અને અમદાવાદમાં પણ વાંચન વગેરેમાં જતા હતા. તેઓ દેવગુરુધર્મની ભક્તિમાં
આગળ વધીને આત્મશાંતિ પામો.
ગમે તેવા પ્રસંગે હે જીવ! ધૈર્ય અને વૈરાગ્યનું બળ ટકાવી રાખજે. ધૈર્ય
રાખીશ તો માર્ગ શોધવામાં તારી બુદ્ધિ પણ તેને સાથ આપશે. પણ જો
ગભરાઈને ધૈર્ય ગુમાવીશ તો તારી બુદ્ધિ પણ તને સાથે નહિ આપે.