Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 51 of 58

background image
: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૭ :
આભાર. બાલવિભાગને નાનકડી ભેટ તરીકે હું ૧૯ પૌંડ (લગભગ ૪૦૦ રૂપિયા) મોકલું છું
–તે સ્વીકારશોજી. અને સોનગઢમાં રહેલ તેના મધુર સંભારણા સહિત પૂ. ગુરુદેવને, પૂ.
બેનશ્રી–બેનને તથા બીજા બધા મુમુક્ષુઓને વંદન.” (મૂળ પત્ર ઈંગ્લીશમાં છે.)
* “જ્યારે આત્મધર્મ આવે છે ત્યારે અમે અત્યંત ઉલ્લાસમાં આવી જઈએ છીએ;
અને આત્મધર્મ વાંચવા માટે તત્પર થઈ જઈએ છીએ. અમારા જેવા બાળકોને માટે પ્રભુના
પ્રતાપે સુંદર રીતે અભ્યાસ કરવાની આ તક મળી છે. તેનો લાભ બધા ઊઠાવીએ–એવી
અમારી આશા છે.”
– લી. નીલાબેન ત્રિકમલાલ (નં. ૮૨૨)
“આપે મોકલેલ કુંદકુંદ ભગવાનનો ફોટો તથા જન્મદિવસનું કાર્ડ મળતાં ખૂબખૂબ
આનંદ થયો...સૌને હર્ષપૂર્વક તે બતાવ્યું, ભગવાનના ફોટાની અમૂલ્ય ભેટ અચાનક મળતાં
આનંદ તો થાય જ ને!”
– લી. ચારૂબાળા જૈન (નં. ૮૧૪)
• કોઈકોઈ સભ્યો હજી ‘દર્શનકથા’ પુસ્તક ભેટ મોકલવા લખે છે; તો જણાવવાનું
કે ૬૦૦ પુસ્તકો ભેટ આપવાનાહતા તે અપાઈ ગયા છે. હવે તે પુસ્તકો ભેટ અપાતા નથી.
સ્વાધ્યાય મંદિરના પુસ્તકવિભાગમાં તે મળી શકે છે. કિંમત પ૦ પૈસા છે.
ચોરીવાડથી (સ. નં. ૩૩૪) તથા પ્રાંતીજથી (સ. નં. ૩૦૧) અને બીજા ઘણાય
સભ્યો લખે છે કે–
આત્મધર્મમાં બાલવિભાગ શરૂ થયો તેથી અમને ઘણો જ લાભ થયો છે, કારણ કે
પહેલાં અમે આત્મધર્મ વાંચતા ન હતા, પણ હવે તો દર મહિને તેની રાહ જોઈએ છીએ ને
વાંચીએ છીએ.
વઢવાણના (સ. નં. ૨૨૪) લખે છે–આત્મધર્મનો બાલવિભાગ એ ખરેખર બાળકોને
સાચા રસ્તે લઈ જનાર આશીર્વાદરૂપ એક ભાગ છે.
કે. કા. જૈન–મોરબી; પંચપરમેષ્ઠી–સૂચક આપનું લખાણ મળ્‌યું; લખાણ ભાવવાહી છે,
પરંતુ ભાષાશૈલી નાના બાળકોને જરા અઘરી પડે તેવી લાગવાથી, તેના ઉપરથી તેવી શૈલીની
રચના કરીને બાલવિભાગમાં આપેલ છે. આપની બાલવિભાગ પ્રત્યેની લાગણીઓ બદલ
આભાર. (વધુ માટે જુઓ પૃષ્ઠ નં. પ૧)
“સભ્ય નંબર એક હજાર!”
બાલમિત્રો! તમને જાણીને આનંદ થશે કે આપણા બાલવિભાગની સભ્ય
સંખ્યા એક હજારનો અંક વટાવીને ઝડપથી આગળ વધી રહી છે. અગાઉ વિચારી
રાખ્યા મુજબ સભ્ય નંબર એક હજાર (૧૦૦૦) ને સુંદર ફોટોફ્રેમ સંપાદક તરફથી
ભેટ મોકલવામાં આવી છે.