: ૪૬ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
હતા; એવા ઘણાય મુનિરાજ (કરોડો) અત્યારે વિદેહક્ષેત્રમાં વિચરી રહ્યા છે ને મોક્ષમાર્ગને
સાધી રહ્યા છે, તથા દિવ્ય ઉપદેશવડે ઘણાય જીવોને ધર્મ પમાડે છે. એવા કોઈ મુનિરાજના
દર્શન થાય અથવા તો આપણા ભરતક્ષેત્રમાં જ એવા કોઈ મુનિરાજ પાકે–તો આપણા મહાન
ભાગ્ય! પરંતુ ભાઈશ્રી, એવા મહા મુનિરાજના વિરહમાં છોટા મુનિરાજ સમાન સમ્યગ્દ્રષ્ટિ
ધર્માત્માઓના દર્શનથી પણ આપણે પરમ હર્ષ અને સંતોષ માનવો જોઈએ; તેમના પવિત્ર
ઉપદેશથી પણ સમ્યક્ત્વ પમાય છે, ને એવા ધર્માત્મા જોવા હોય તો તમે સોનગઢ આવજો.
સમ્યક્ત્વની ભાવનાથી બાલવિભાગના એક સભ્ય લખે છે કે ભાઈ, ગમે તેટલી
કિંમત આપવી પડે તે આપીને પણ મારે સમ્યક્ત્વ જોઈએ.
બહેન, તમારી ભાવના પ્રશંસનીય છે; પરંતુ સમ્યકત્વની કિંમત બહારની કોઈ વસ્તુ
વડે થઈ શકે નહિ. આખા જગતના કિંમતીમાં કિંમતી બધા હીરા–માણેક–રત્નો ભેગા કરો
તોપણ તેના વડે સમ્યકત્વરત્નની કિંમત થઈ શકે નહિ. સમ્યક્ત્વરત્નની પ્રાપ્તિ કરવી હોય તો
તેની ખરી કિંમત જાણવી જોઈએ ને તે કિંમત આપવી જોઈએ. સમ્યક્ત્વ જોઈએ તો તેની
કિંમત એ છે કે આત્માની અતિ તીવ્ર રુચિ–પ્રીતિ–લગની કરીને તેને અનુભવવાનો જોસદાર
પ્રયત્ન દિનરાત કરવો.–આટલી કિંમત ભરનારને સમ્યક્ત્વની પ્રાપ્તિ જરૂર થાય છે.
ઉ
૦ – (૧) આત્મપ્રાપ્તિની ખરી જિજ્ઞાસાપૂર્વક અંતરમાં જ્ઞાન ને રાગના ભેદજ્ઞાનના
વારંવાર અભ્યાસવડે ગ્રંથીભેદ થાય.
(૨) પરમ પ્રીતિપૂર્વક તેમાં જાગૃતિ અને વારંવારના અભ્યાસરૂપ ઉદ્યમ વડે ધર્માત્મા
પોતાના રત્નત્રયની રક્ષા કરે છે.
(૩) સમયસારના પાને–પાને ગ્રંથીભેદનું વર્ણન ભરેલું છે. છતાં આપે પાનું પૂછયું
તો–ગાથા ૭૧–૭૨, ગા. ૧૪૪, ગાથા ૧૮૧–૮૨–૮૩ તથા ગા. ૨૯૪માં ભેદજ્ઞાનનું વિશેષ
વર્ણન છે. (બધી ગાથા ઉપરનાં કલશ પણ ભેગાં વાંચશો.)
* રમેશચંદ્ર બી. જૈન (વડાસણ)
તમે મોકલેલ કોયડો જરાક સુધારીને આ અંકમાં આપ્યો છે.
* સ્વીટ્ઝરલેન્ડમાં વસતા શ્રી દક્ષાબેન ન્યાલચંદ શાહ (મલુકચંદભાઈના પૌત્રી) –કે
જેઓ બાલવિભાગના હજાર ઉપરાંત સભ્યોમાંથી પરદેશમાં વસતા એક જ સભ્ય છે–તેઓ
જન્મદિવસે બાલવિભાગ તરફથી મળેલા સન્દેશના જવાબમાં લખે છે કે–“મારા ૧૮મા
જન્મદિવસે બાલવિભાગ તરફથી જે ઉત્તમ શુભેચ્છા તથા ભેટ (ફોટા) મળ્યા તે સ્વીકારતાં
ઘણો આનંદ થયો ને તે બદલ ઘણો ઘણો