મેરૂપર્વત ક્્યાં આવ્યો? તેના ઉપર શું છે?
મેરૂપર્વત પાંચ છે. એક જંબુદ્વીપમાં, બે ધાતકીખંડદ્વીપમાં તથા બે પુષ્કરદ્વીપમાં;
પ૦, ૦૦૦ પચાસહજાર યોજન દૂર છે. (૧ યોજન=લગભગ પ૦૦૦ માઈલ) તે મેરુ–પર્વત
એક લાખ જોજન ઊંચો છે. દરેક મેરુ ઉપર ૧૬–૧૬ જિનમંદિરો છે, દરેક મંદિરમાં ૧૦૮
રત્નમય જિનપ્રતિમાઓ છે. નંદનવન પણ આ મેરૂપર્વતોમાં જ છે. મેરુપર્વતની–શોભાનો ને
તેના વૈભવનો કોઈ પાર નથી. શાસ્ત્રોમાં તો એનું ઘણું વર્ણન છે. નંદીશ્વરની પૂજાના
પુસ્તકમાં પંચમેરુની પણ પૂજા છે તે વાંચશો અથવા આદિ પુરાણમાં વાંચશો તો વિશેષ ઘણું
જાણવાનું મળશે. મેરૂપર્વત ઉપર તીર્થંકર ભગવંતોનો જન્માભિષેક થાય છે–તેથી મહાનતીર્થ
તરીકે જગતમાં તેનો મહિમા પ્રસિદ્ધ છે. મેરુપર્વતની દક્ષિણે આપણું આ ભરતક્ષેત્ર છે, સામી
બાજુએ (ઉત્તર તરફ) આપણા જેવું ઐરાવતક્ષેત્ર છે; મેરુની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ
વિદેહક્ષેત્ર છે. પૂર્વ તરફના વિદેહમાં સીમંધર અને યુગમંધર તીર્થંકરો અત્યારે બિરાજે છે;
પશ્ચિમ તરફના વિદેહમાં બાહુ તથા સુબાહુ તીર્થંકરો બિરાજે છે. આ રીતે આપણા જંબુદ્વીપમાં
અત્યારે ૪ તીર્થંકરભગવંતો વિચરી રહ્યા છે; બીજા દ્વીપમાં ૮ તથા ત્રીજા દ્વીપમાં ૮ એમ કુલ
૨૦ તીર્થંકર ભગવંતો હાલ બિરાજમાન છે. તેમને તથા પંચમેરુ તીર્થને નમસ્કાર હો.
પામ્યા–તે વાંચીને બહુ જ આનંદ થયો. તેમ આપણે પણ ધર્મ કરવો જોઈએ. મુનિરાજના
પ્રવચનમાં સિંહ–વાંદરો–નોળિયો ને ભૂંડને જેવો રસ પડ્યો તેવો રસ આપણને પડવો
જોઈએ.”
“આ આત્મધર્મમાં (ઋષભદેવ ચરિત્રમાં) દિગંબર સાધુના સરસ ચિત્રો જોઈને મને