: ૪૪ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
હંતોનો પંથ, મોહ–ક્ષોભ વગરનો ભાવ, સામ્યભાવ, અતીન્દ્રિય સુખ, પરમ આનંદ,
સ્વાનુભૂતિ; વગેરે.
* શર્મિષ્ઠાબેન (નં. ૨૩૮) પૂછે છે કે– ‘ભગવાન ક્્યાં રહે છે?’
સિદ્ધભગવંતો લોકાગ્રે રહે છે; અરિહંત ભગવાન અત્યારે વિદેહક્ષેત્રમાં વસે છે; ને
ચૈતન્યભગવાન આપણા દરેકના આત્મામાં રહે છે; એ ભગવાનને ઓળખતાં આપણે
ભગવાન થઈશું...ને ઉપર જઈને સિદ્ધભગવંતોની સાથે આનંદથી રહીશું.
* જેતપુરથી મુકેશ જૈન (સ. નં. ૧૮પ) લખે છે–
‘જેમ નાનું બાળક પોતાની માની રાહ જુએ, જેમ ખેડુત વરસાદની રાહ જુએ, જેમ
મારા જેવા બાલમિત્રો પોતાના પ્રશ્નના જવાબની રાહ જુએ, તેમ હું આપણા આત્મધર્મની
રાહ જોઈ રહ્યો હતો. આખરે અષાડ માસનો અંક હાથમાં આવ્યો ને તેમાં મારા પ્રશ્નનો
જવાબ વાંચીને ઘણો જ આનંદ થયો. આ વિભાગદ્વારા આપ બાલમિત્રો સાથે ગાઢ દોસ્તી
બાંધી રહ્યા છો. અને રોકેટની ઝડપે આત્મધર્મનો અત્યારે વિકાસ થઈ રહ્યો છે.’
દોસ્ત! આપણે કાંઈ ચંદ્ર સુધી નથી જવું, આપણે તો ઠેઠ મોક્ષ સુધી પહોંચવું છે;
એટલે આપણે તો રોકેટ કરતા ય ઘણી વધુ ઝડપે ‘આત્મ–ધર્મ’ નો વિકાસ કરવાનો છે.
રોકેટવાળા ચંદ્ર સુધી પહોંચે ત્યાર પહેલાં આપણે મોક્ષના અડધા રસ્તે તો પહોંચી જવાનું છે.
* અકલંકકુમાર (સ. નં. ૧૪૪) નાં પ્રશ્નો–
(૧) પુદ્ગલદ્રવ્ય આંખેથી દેખાય?
એકલું છૂટું પુદ્ગલદ્રવ્ય (પરમાણુ) આંખેથી દેખાય નહિ, પણ ઘણા પુદ્ગલદ્રવ્ય
ભેગા મળીને સ્થૂળ સ્કંધ થયો હોય તો આંખેથી દેખાય.
(૨) એક માણસને આંખો નથી, તો તે દેખે કે નહિ?
હા, તેને જે જે પ્રકારનું જ્ઞાન થાય તે તે પ્રકારને લગતો દર્શનઉપયોગ થાય છે, તે
અપેક્ષાએ દેખવું કહી શકાય. (દેખવું એટલે આંખથી દેખવું–એવો અર્થ અહીં ન સમજવો.)
(૩) જગતમાં કયું દ્રવ્ય મોટું?
જે બધા દ્રવ્યોને જાણે તે. (અથવા ક્ષેત્ર અપેક્ષાએ આકાશ મોટું, ને ભાવઅપેક્ષાએ
આપણે મોટા.)
(૪) નાના અને મોટામાં આત્મા નાના–મોટા હોય કે કેમ?
–ના;
* સભ્ય નં. ૨૩૯ (સાબલી) પૂછે છે–
પ્ર. –મુક્ત જીવ ક્્યાં રહે?
ઉ. –લોકમાં સૌથી ઊંચે.
પ્ર. –અમે ખોરાકથી જીવીએ છીએ?