: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૩ :
ઉ
૦ – નિજસ્વરૂપને જાણીને તેમાં લીન થાય ત્યારે.
પ્ર
૦ – શું કરવાથી ધર્મમાં લાગણી વધે? (નં. ૧૧૩૪)
ઉ
૦ – ધર્માત્માનો સંગ કરવાથી, તથા આત્મહિતની જિજ્ઞાસા વધારવાથી;
પ્ર
૦ – નવતત્ત્વોમાં હેય જ્ઞેય, ઉપાદેય કેટલા? (નં. ૪૪૯ બી)
ઉ
૦ – નવે તત્ત્વો જ્ઞેય;
શુદ્ધ જીવ ઉપાદેય, તથા પર્યાય અપેક્ષાએ સંવર–નિર્જરા ને મોક્ષ ઉપાદેય;
આસ્રવ–બંધ–પુણ્ય–પાપ તે ચારે હેય;
કુમારપાળ જૈન રાજકોટ (નં. ૭પ૮) પૂછે છે–
“એકરૂપ અભેદ આત્મવસ્તુ નિરપેક્ષ છે, અને તેની રુચિ કરવી તે પણ પરથી ને રાગથી
નિરપેક્ષ છે” એમ અંક ૨૭૩ની તત્ત્વચર્ચામાં લખેલ છે, તેનો અર્થ શું થાય છે તે સમજાવશો.
ઉ
૦ – ભાઈશ્રી, જેમ આત્મવસ્તુનો એકરૂપ સ્વભાવ તે કોઈ બીજાને કારણે થયેલો કે
ટકેલો નથી, સ્વત: પોતાથી છે; તેમ તે શુદ્ધ આત્મસ્વભાવની રુચિ–જ્ઞાન–અનુભવ તે પણ
કોઈ બીજાથી કે રાગથી થતા નથી પણ સ્વત: પોતાના આત્માના આશ્રયે જ થાય છે. આત્મા
સામે જોયે તે થાય છે, પર સામે જોયે થતા નથી; આ રીતે આત્મા સિવાય બીજાની અપેક્ષા
તેમાં ન હોવાથી તે નિરપેક્ષ છે. નિરપેક્ષ એટલે આત્મસાપેક્ષ. (વિશેષ સમજવા માટે તમારા
ગામના મુમુક્ષુ મંડળના વાંચનમાં વડીલ સાધર્મીઓ પાસેથી સમજી લેશો.)
પ્રકાશ જે. જૈન મોરબી (નં. ૧૩૯) પૂછે છે–
(૧) પ્ર
૦ – સૂર્ય અને ચંદ્ર જૈનધર્મની દ્રષ્ટિએ શું છે?
ઉ
૦ – આપણને જે દેખાય છે તે એક જાતની પૃથ્વી છે; તેની અંદર જ્યોતિષી દેવોના
ઈન્દ્રો (સૂર્ય ને ચંદ્ર) રહે છે. તે ઈન્દ્રો જિનેન્દ્રદેવના ભક્ત છે. ત્યાં જિનમંદિર પણ છે.
(૨) પ્ર
૦ – પૃથ્વી એ જૈનધર્મની દ્રષ્ટિએ શેમાંથી ઉત્પન્ન થઈ છે?
ઉ
૦ – પૃથ્વી ઉત્પન્ન થઈ નથી, અનાદિની છે; તેમાં કાળઅનુસાર અમુક ફેરફાર થયા
કરે છે.
(૩) પ્ર
૦ – જિનેન્દ્રભગવાનની મૂર્તિ નજરે પડે ત્યારે આપણે શું બોલવું જોઈએ?
ઉ
૦ – જિનેન્દ્રભગવાનના ગુણગાન સંબંધી કંઈ પણ બોલી શકાય. જિનેન્દ્ર
ભગવાનના દર્શનની અનેક સ્તુતિઓ આવે છે.
(૪) પ્ર
૦ – જૈનધર્મના બીજા કોઈ નામો છે?
ઉ
૦ – હા; જૈનધર્મના બીજા એટલા બધા ગુણવાચક નામો છે કે આપણા આત્મધર્મના
બધાય પાનાં ભરી દઈએ તો પણ પૂરા ન થાય. જેમકે–જૈનધર્મ એટલે વીતરાગીધર્મ,
રત્નત્રયધર્મ, મોક્ષનો માર્ગ, શુદ્ધ ઉપયોગ, આત્માનો ધર્મ, સર્વજ્ઞનો ધર્મ, અનેકાન્ત ધર્મ, અરિ–