Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 58

background image
: ૪૨ : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
– આપણા બાલવિભાગના હજાર ઉપરાન્ત સભ્યોમાંથી મોટાભાગના
સભ્યોની ઉંમર સમ્યગ્દર્શન પ્રગટ કરવા જેવડી થઈ ગઈ છે; માટે હવે ઘડીનાય વિલંબ
વગર તેનો ઉદ્યમ કરવા માંડીએ. ધ્યાનદશામાં તે પ્રગટે છે. (ધ્યાનનું સ્વરૂપ પહેલાં
જ્ઞાની પાસેથી શીખવું જોઈએ.)
પ્ર
નિર્જરાતત્ત્વમાં અજ્ઞાનીની ભૂલ શું છે?
– આત્માના જે ભાવથી કર્મની નિર્જરા થાય છે તે ભાવને ઓળખે નહિ ને
બીજા ભાવથી કર્મની નિર્જરા થવાનું માને, અથવા સમ્યગ્દર્શન વગર કર્મની નિર્જરા
થવાનું માને તો તેને નિર્જરાતત્ત્વમાં ભૂલ છે. (અહીં મોક્ષના કારણરૂપ નિર્જરાની વાત
છે એમ સમજવું.) વળી નિર્જરાના કારણરૂપ જે તપ છે તે સુખરૂપ છે તેને બદલે તેને જે
દુઃખરૂપ માને તેને પણ નિર્જરાતત્ત્વમાં ભૂલ છે. નિર્જરાનું કારણ સમ્યકત્વાદિ શુદ્ધભાવ
છે, ને રાગ તો બંધનું કારણ છે, તેને બદલે રાગને નિર્જરાનું કારણ માને તો તેને પણ
નિર્જરાતત્ત્વમાં ભૂલ છે,–બંધના કારણને તેણે નિર્જરાનું કારણ માન્યું.
પ્ર
– અનુભવ કરવાનો અવસર ક્્યો? (એક જિજ્ઞાસુ)
– અત્યારે હમણાં જ.
પ્ર
– વાંચન–શ્રવણ ઘણાં કરવા છતાં સમ્યકત્વનો અનુભવ કેમ થતો નથી? નં. ૪૪૯બ)
– શાસ્ત્રોમાં ને જ્ઞાનીના ઉપદેશમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે પોતે કરતો
નથી માટે; જ્ઞાનીના કહેવા પ્રમાણે જો પોતે અંતરમાં કરે તો જરૂર અનુભવ થાય.
પ્ર
– આપ તો સમ્યગ્દર્શન ઉપર ખુબ જ ભાર મુકો છો, અને એનાં વગર બધું
થોથાં છે એમ કહો છો–પરંતુ જ્યાં સુધી સમ્યગ્દર્શન ન પામીએ ત્યાંસુધી શુભભાવ
આદરવો–એમ ઉપદેશ કેમ આપતા નથી?
– ભઈલા! તમે આ આખોય પ્રશ્ન સમ્યગ્દર્શન પુસ્તક ૩ પાનું ૨૩ માંથી
(અથવા તો આત્મધર્મમાંથી) જોઈ જોઈને ઉતાર્યો છે; તો તેનો જવાબ પણ આપ
ત્યાંથી જ જોઈ લેશોજી! (સમ્યગ્દર્શન ભાગ ૧–૨–૩ એ ત્રણે પુસ્તકો કુલ છ રૂપિયાની
કિંમતના માત્ર બે રૂા. માં અપાય છે, ને તે ઉપરાંત સાથે બે સખીનું પુસ્તક ભેટ મળે છે.)
અમે બાલવિભાગનાં બાળ, અમે જિનવરનાં સન્તાન;
અમને ગમે નહિ સંસાર, અમારે જાવું પેલે પાર.
(નિરંજનકુમાર)
પ્ર
– અરિહંત ભગવાન ક્્યાં બિરાજે છે? (નં. ૭૮૭)
– પાંચ મહાવિદેહક્ષેત્રમાં આઠ લાખ જેટલા અરિહંત ભગવંતો બિરાજે છે.
પ્ર
– જીવને સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર ક્્યારે થાય છે? (નં. ૭૮૭)