Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 58

background image
: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૧ :
વાં...ચ...કો સા...થે વા...ત...ચી...ત
(વાંચકોના વિવિધ વિચારોને વ્યક્ત કરતો, જિજ્ઞાસુઓનો પ્રિય વિભાગ)
“વાંચકો સાથે વાતચીત” નો આ વિભાગ વાંચતાં, જાણે કે એક હજાર સાધર્મી
બાળકો ભેગા બેસીને ધર્મચર્ચા કરતા હોઈએ–એવી મજા આવે છે.”
“વાંચકો સાથે વાતચીત’ નો આ વિભાગ એ તો બાલવિભાગના બાળકોની
જ્ઞાનગોષ્ઠી છે...તેમાં વિધવિધ અનેક જાતની વાનગી હોય છે.”
* આ વિભાગ જિજ્ઞાસુ પાઠકોને એટલો બધો પ્રિય છે કે તેને માટેના સેંકડો
પત્રો અને પ્રશ્નોનો સતત ધસારો ચાલુ રહે છે, એટલે આ વિભાગના કામકાજનું ખૂબ
દબાણ રહે છે; તે દબાણ જરા હળવું કરવા માટે જિજ્ઞાસુ પાઠકોને (ખાસ કરીને
બાલવિભાગના ઉત્સાહી સભ્યોને) વિનંતિ કરવાની કે હમણાં પર્યુષણ સુધી ખાસ જરૂર
વગર નવા પ્રશ્નો મોકલશો નહિ. જો કે આ વિભાગ તો ચાલુ જ રહેશે; પણ તેમાં આ
મહિનાનો જે સ્ટોક વધેલ છે તે પૂરો કરીશું.
પ્ર
– આત્માની ઓળખાણનો સરળ ઉપાય શું? (હંસાબેન, બોરીવલી)
– સાચી આત્મજિજ્ઞાસાપૂર્વક જ્ઞાનીઓની છાયામાં રહેવું તે.
પ્ર
– જે ભગવાન થાય તેના ઘરના બધા માણસો પણ ભગવાન થાય જ તે
ખરું?
– એવો કોઈ નિયમ લાગતો નથી.
પ્ર
– અમને નાના બાળકોને જ્ઞાન જલ્દી થાય એવો માર્ગ જણાવશો? (નં. ૩૬૯)
– આત્માનો પ્રેમ અને જિજ્ઞાસા ખૂબ વધારવી અને જ્ઞાની–ધર્માત્માનું ખૂબ
બહુમાન કરવું. તથા આત્માના જ્ઞાનથી જ હું સુખી થઈશ, ને બીજી કોઈ રીતે સુખ નહિ
મળે–એવા વિચાર કરીને તેનો ઉદ્યમ કરવો.–એટલે જલ્દી જ્ઞાન થશે. (જ્ઞાનની
જિજ્ઞાસા–નો તમારો પ્રશ્ન સારો છે.)
પ્ર
– આત્માનું આ બધું શા માટે સમજવું? (નં. ૪૪૯)
– ચારગતિના ભવદુઃખથી છૂટવા માટે ને મોક્ષસુખ પામવા માટે.
પ્ર
– આવું સમ્યગ્દર્શન આત્માને કઈ ઉંમરે ને કઈ દશામાં પ્રગટે? (નં. ૪૪૯)