: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : પ૧ :
[બાલવિભાગ માબાપની મુંઝવણ મટાડે છે] –એક પત્ર
ચેમ્બુર (મુંબઈ) થી ચંદ્રકાન્તભાઈ લખે છે– “બાલવિભાગ નાના તેમજ મોટાઓને
બહુ આનંદદાયક થઈ પડ્યો છે. આત્મધર્મના વાંચકો માટે તો ઊંડાં બીજ વવાયા છે. બાળ
વિભાગ શરૂ કરવા બદલ અમારા હાર્દિક અભિનંદન છે. જે વસ્તુની ખામી જણાતી હતી તે
બાલવિભાગે પૂરી કરી છે મારાં બાળકોને ધર્મ પ્રત્યે વૃત્તિ ક્્યારે જાગશે એવા વિચાર
હરહંમેશ કર્યા કરતો હતો. બાળવિભાગ શરૂ થવાથી મારી મુંઝવણ પૂરી થઈ છે. બંને બાળકો
(શૈલાલિની ૨૭૭ તથા ભરતેશ ૧૩પ) જ્યારથી બાલવિભાગના સભ્ય બન્યા છે ત્યારથી
‘આત્મધર્મ’ આવવાની ઉત્સુકતાથી રાહ જુએ છે, વાંચન કરે છે, પ્રભુભક્તિ પણ કરે છે. હવે
આત્મધર્મ પખવાડિક થાય તો સારૂં’
વિશેષમાં તેઓ લખે છે–અષાઢી પૂનમે ભરતેશનો જન્મદિવસ હતો, તેણે દશમા
વર્ષમાં પ્રવેશ કર્યો જન્મદિવસની ભેટ તરીકે તેને દશ રૂા. આપવા માંડયા ત્યારે તેણે કહ્યું કે
મારાવતી તે રકમ બાલવિભાગમાં મોકલી આપજો મને પણ તેથી પ્રેરણા થઈ, જેથી આ સાથે
રૂા. ૨પ ઉમેરીને બાલવિભાગની વૃદ્ધિ માટે મોકલું છું, તે સ્વીકારશો’ (ભરતેશની બહેન
શૈલાલિનીએ પણ આ અગાઉ પોતાના બસભાડામાંથી બચત કરેલી રકમ બાલવિભાગમાં
મોકલી આપી હતી.)
[–ભાઈશ્રી, આપ સૌના હાર્દિક લાગણી ભરેલા સહકારથી ને ગુરુદેવના પ્રભાવથી
ભારતવર્ષમાં ઘરેઘરે બાળકો ધર્મમાં રસ લેતા થાય ને નાના નાના બાળકોના ટોળા
સ્વાનુભવની ચર્ચા કરતા હોય–એવું વાતાવરણ સર્જાય–એમ આપણે ઈચ્છીએ; ને તે માટે
‘આત્મધર્મ’ શક્્ય પ્રયત્નો કરી રહ્યું છે.)
અરવિંદ જૈન (No. 246) લખે છે– “આત્મધર્મની દિનપ્રતિદિન વૃદ્ધિ થઈ રહી છે;
અને હજી વિશેષ વૃદ્ધિ થાય એમ હું ઈચ્છું છું. કેમકે આત્મધર્મમાં પૂજ્ય કૃપાળુદેવના
પ્રવચનોમાંથી અત્યંત મહત્ત્વના મુદઓ આપેલા હોય છે, જે દ્વારા દેશ તથા વિદેશના
જિજ્ઞાસુજીવોને અત્યંત લાભ મળી શકે તેમ છે, અને પોતાનું હિત સાધી શકે તેમ છે. ખાસ
કરીને બાલવિભાગ શરૂ કરેલ હોવાથી અમને બાળકોને વિશેષ લાભ મળી શકે તેમ છે. બીજું
બાલવિભાગના પ્રશ્નોત્તરમાં માર્ક આપો તો અમે ઉત્તર લખવામાં ચોક્કસાઈ રાખીને પ્રથમ
નંબર મેળવવા પ્રયત્ન કરીએ.”
આત્મધર્મ પ્રત્યેની આપની લાગણી માટે ધન્યવાદ! માર્ક આપવાની સૂચના તમે
લખી તે સંબંધી પહેલાં વિચાર આવેલો, પરંતુ તે શક્્ય નથી, કેમ કે આપણા એક હજાર
સભ્યોમાં એકડો ઘુંટનારથી માંડીને એલ. એલ. બી. સુધીના કોલેજીયનો પણ છે. તમારા જેવા
સભ્યો તો કદાચ પ્રથમ નંબર મેળવી લ્યે, પરંતુ નાના બાળકોને ઓછા માર્ક મળતાં તે હતાશ