Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 56 of 58

background image
: પર : આત્મધર્મ : પ્ર. શ્રાવણ : ૨૪૯૨
થઈ જાય, ને બાલવિભાગમાં તેનો ઉત્સાહ મંદ પડી જાય. એટલે, “બાલવિભાગમાં ભાગ
લેનારા બધા બાળકો પાસ” એમ ૧૦૦ રીઝલ્ટનું ધોરણ રાખેલ છે. આપણે તો બાળકો
ઉત્સાહપૂર્વક ધર્મમાં રસ લ્યે તે ખાસ જોવાનું છે.
(બીજા પ્રશ્નમાં તમે આત્મપ્રાપ્તિનો ઉપાય પૂછયો છે, તે સંબંધી પ્રશ્નોત્તર આ
વિભાગમાં અગાઉ બેત્રણ વાર ચર્ચાઈ ગયા છે; તે શોધીને વાંચશો, આ અંકમાં પણ સભ્ય
નં. ૩૮પ તથા ૧૨ ના જવાબો છે, તે પણ વાંચશો.)
बडी सादडी થી સુજાનમલજી મોદી તરફથી વિસ્તૃત પત્ર છે. તેઓ બાળકોને
ધાર્મિકશિક્ષણ આપવાના ખાસ હિમાયતી છે ને પોતે જ પાઠશાળા ભણાવે છે. એકવાર
પાઠશાળામાં બાલવિભાગના સભ્ય નં. ૪૯૯ એ પૂછયું કે મેં હિંદી–ગુજરાતી બંને
જૈનબાળપોથી કંઠસ્થ કરી છે, તો હવે એ બતાવો કે અમને જીવનમાં કઈ રીતે લાભ થાય?
તેના ઉત્તરમાં મોદીજીએ બાળપોથીનું પહેલું વાક્્ય “હું જીવ છું” એ ચાર અક્ષર ઉપર જે
વિવેચન કરીને બાળકોને સમજાવ્યું તે તેમણે ચાર ફૂલસ્કેપ કાગળ ભરીને લખી મોકલ્યું છે.
આ રીતે તેઓ બાળકોને ખૂબ ઉત્સાહથી શિક્ષણ આપી રહ્યા છે. તે અનુકરણીય છે. ગામેગામ
બાળકો માટેની પાઠશાળા નિયમિત ચાલવી જોઈએ. બાળકોમાં ધાર્મિક સંસ્કારના મૂળ રોપવા
માટે તે ખાસ જરૂરી છે. બાલવિભાગના બધા જ સભ્યોને જૈન બાળપોથીનો અભ્યાસ
કરવાની મોદીજી ખાસ ભલામણ કરે છે.
બાળકો, તમારા ગામમાં પાઠશાળા ન ચાલતી હોય તો બધા ભેગા થઈને
વડીલો પાસે વિનતિ કરો કે અમને ધાર્મિક શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી
આપોજી. અને પાઠશાળા ચાલે તેમાં તમે નિયમિત ભાગ લેજો.
કોલેજીઅન–સભ્યનો પત્ર
મુંબઈથી અમારા કોલેજિયન સભ્ય ભરતકુમાર હિંમતલાલ (નં. પ૮૧) લખે છે કે: –
કોલેજનું પાંચમું વર્ષ પૂરું કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરીશું–છતાં બાળવિભાગમાં તો બાળક જ
છીએ. બાળવિભાગ દ્વારા બાળકોમાં પડતા ધાર્મિક સંસ્કારોને લક્ષમાં રાખી આત્મધર્મની
ઉત્તરોત્તર વધતી જતી પ્રગતિથી ખુબ હર્ષ થાય છે. છેલ્લા ઘણા દિવસોથી અમે ભાઈ–બહેનો
દરરોજ પ્રશ્નોત્તરમાળાનું વાંચન કરીને છીએ અને અમારા બાપુજી અમને સમજાવે છે. આમ
અમે મોટા હોવા છતાં ધર્મનું પ્રારંભિક જ્ઞાન મેળવવામાં જરાય શરમ આવતી નથી. અમને
દરરોજ આત્માની નવી નવી વાતો જાણવા મળે છે. દરેક બાળકોએ પણ પોતાના ઘરમાં રાત્રે
કે સવારે છેવટે એકાદ કલાકનો સમય કાઢીને ધાર્મિક સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ.
અત્યારે નાનપણથી આપણે જૈનધર્મની મૂળભૂત બાબતોનો પૂરો અભ્યાસ કરીશું તો
ભવિષ્યમાં તે ખુબ ઉપયોગી થશે ને તેમાંથી મધૂરા ફળ પાકશે.’