Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 57 of 58

background image
સોનગઢના ગૌરક્ષા કેન્દ્રની જરૂરીયાત
શ્રી કહાન–ગોરક્ષા કેન્દ્ર સોનગઢ તરફથી ભાઈશ્રી મલુકચંદ છોટાલાલ શાહ સૂચિત
કરે છે કે–વરસાદની ખેંચને કારણે ઢોરને ઘાસચારાની ખૂબ મુશકેલ પરિસ્થિતિમાં કંઈક
રાહતરૂપે અહીં પ૦૦ જેટલી ગાયોને હંમેશા ઘાસચારો આપવામાં આવે છે, જેના ખર્ચને
દયાપ્રેમી સજ્જનો તરફથી મળતી સહાય વડે પહોંચી વળવામાં આવે છે. અત્યાર સુધીમાં
ત્રણેક હજાર જેટલી રકમો આવેલી–જે લગભગ ખલાસ થઈ જવા આવી છે. ને હાલ
તાત્કાલિક રોજના ૧૦૦ રૂા. ના હિસાબે એક માસ માટે ત્રણેક હજાર રૂા. ની જરૂર છે. તો આ
અપીલ લક્ષમાં લઈને જેમણે રકમ મોકલવા ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે તુરત મોકલી
આપવા વિનંતી છે.
સાધકસદન, સોનગઢ (સૌરાષ્ટ્ર)
અગાઉ જે રકમો આવેલી તેની ટૂંક યાદી અહીં આપીએ છીએ:–
૧૦૧ જુગરાજજીશેઠ મુંબઈ ૬પ ચંદનબેન લક્ષ્મીચંદ ભાવનગર
૧૦૧ ચીમનલાલ હિંમતલાલ સોનગઢ ૧૦૧ મોહનલાલ મગનલાલ રાજકોટ
પ૧ ચંદ્રકાન્ત હરિલાલ શાહ રાજકોટ ૨૦૩ એક મુમુક્ષ બેન
પ૧ મુકુન્દભાઈ મણિલાલ ખારા સોનગઢ પ૦ લેરીબેન ગોકળદાસ મુંબઈ
પ૧ ચીમનલાલ ચુનીલાલ શેઠ સોનગઢ પ૧ તખતમલજી લાડનૂ
(તથા બીજી કેટલીક પરચુરણ રકમો આવેલ, જે લગભગ ખલાસ થઈ ગયેલ છે.)
છપાઈ ગયા પછી–આ અપીલ છપાઈ ગયા બાદ, સોનગઢમાં તેમજ દેશભરમાં સંતોષકારક
વરસાદ થઈ ગયો છે ને ઢોરોના ઘાસચારાની મોટી મુશ્કેલી દૂર થઈ ગઈ છે.
મધ્યપ્રદેશના ગુના શહેરમાં:–
તા. ૭ થી ૨૧ જુન સુધી દિ. જૈન ધાર્મિક શિક્ષણ શિબિ૨નું એક ભવ્ય આયોજન થયું
હતું. મધ્યપ્રદેશના મુમુક્ષુ મંડળના ઉપક્રમે આ આયોજન થયું હતું. શિક્ષણશિબિરમાં ૭૦૦
જેટલા જિજ્ઞાસુઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. શિક્ષણવર્ગો ચલાવવાનું કામ સોનગઢ–
બનારસ વગેરેથી આવેલ બાર જેટલા વિદ્વાન ભાઈઓ સંભાળતા હતા ને સવારથી રાત સુધી
કાર્યક્રમો ચાલુ રહેતા હતા. પંદર દિવસ સુધી ગુના શહેરમાં અધ્યાત્મ જ્ઞાનનું સુંદર વાતાવરણ
સરજાઈ ગયું હતું. (विशेष समाचार हिन्दी आत्मधर्मसे अवगत करें)
ઘાટકોપરમાં:–
સ્વાધ્યાય મંદિરના ઉદ્ઘાટનના સમાચાર ગતાંકમાં છપાયેલ છે, તે સ્વાધ્યાય મંદિરનું
ઉદ્ઘાટન માનનીય ભાઈશ્રી નવનીતરાય ચુનીલાલ ઝવેરીના સુહસ્તે થયું હતું.