: ૨૨ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
ત્યાં તો અગ્નિ વરસાવતો ઊનો વાયરો આવે છે ને તરવાની તીખી ધારા જેવા પાંદડા
તેના ઉપર પડે છે, તે તેના શરીરને ચીરી નાંખે છે. તે બિચારો દીન નારકી દુઃખી થઈને
ચીચીયારી કરે છે.–પણ ત્યાં એનો પોકાર કોણ સાંભળે?
તે નારકીને બીજા નારકી લોઢાના સળીયા સાથે બાંધીને અગ્નિમાં સેકી નાંખે છે;
પહાડ ઉપરથી ઊંધે માથે પછાડે છે; ધારદાર કરવતવડે તેના શરીરને વિદારે છે; શરીરમાં
ભાલા જેવી સોય ભોંકે છે, સૂયાની અણીમાં પરોવીને તેને ફેરવે છે; ઘણા નારકી તેને
મગદળવડે માથે એવો પીટે છે કે તેની આંખો બહાર નીકળી જાય છે. પૂર્વે જેણે
અભિમાન સેવેલું એવા તે નારકી જીવને ધગધગતા લોઢાના આસન ઉપર પરાણે
બેસાડે છે, ને કાંટાની પથારી ઉપર સુવડાવે છે.
આ પ્રકારે નરકની અત્યંત અસહ્ય ને ભયંકર વેદના પામીને ભયભીત થયેલા તે
નારકીના મનમાં એમ ચિન્તા થાય છે કે અરેરે! અગ્નિજ્વાળા જેવી ગરમ ભૂમિ બહુ જ
કષ્ટદાયક છે, અહીંનો વાયરો સદા અગ્નિના તણખાં વરસાવે છે; દિશાઓ એવી સળગે છે–
જાણે આગ લાગી હોય! ને મેઘ તો ધગધગતી ધૂળ વરસાવે છે. અહીં ચારેકોરથી દુઃખ–દુખ
ને દુઃખ છે. અમારા પૂર્વભવના પાપ જ અમને આ પ્રકારનું દુઃખ આપી રહ્યા છે. અહીંની
વેદના એટલી તીવ્ર છે કે કોઈથી સહન ન થાય; માર પણ એટલો પડે છે કે સહન ન થઈ
શકે. આયુષ પૂરું થયા વગર આ પ્રાણ પણ છૂટતા નથી; અને દુઃખ દેતા આ નારકીઓને
કોઈ રોકી પણ શકતું નથી. અરે, આવી પરિસ્થિતિમાં અમે ક્યાં જઈએ? શું કરીએ? ક્યાં
ઊભા રહીએ? ક્યાં બેસીએ? ક્યાં વિસામો લઈએ? અમે શરણની આશાએ જ્યાં જ્યાં
જઈએ છીએ ત્યાં ત્યાં ઊલટું વધુ ને વધુ દુઃખ પામીએ છીએ. અરે, અહીંના અપાર દુઃખથી
અમે ક્યારે છૂટશું? ક્્યારે આનો પાર આવશે? અમારું આયુષ્ય પણ સાગર જેવડું મોટું છે.
આ પ્રકારના વારંવાર ચિન્તનથી તે નારકીને અત્યંત માનસિક સંતાપવડે મરણ જેવું દુઃખ
થયા કરે છે. આ વિષયમાં અધિક કહેવાથી શું લાભ છે? ટૂંકમાં એટલું જ બસ છે કે
જગતમાં જેટલા ભયંકર દુઃખો છે તે બધાય દુઃખોને દુષ્કર્મોએ નરકમાં એકઠા કરી દીધા છે.
આંખના એક ટમકાર માત્ર પણ સુખ તે નારકીને નથી; દિનરાત તેને દુઃખ દુઃખ ને દુઃખ જ
ભોગવવું પડે છે. સેંકડો દુઃખના ભમ્મરથી ભરેલા નરકરૂપી સમુદ્રમાં ડુબેલા તે નારકીઓને
સુખની પ્રાપ્તિ તો દૂર રહી પણ તેનું સ્મરણ થવું યે બહુ મુશ્કેલ છે. ઠંડી–ગરમીના દુઃખ ત્યાં
અસહ્ય ને અચિંત્ય છે; સંસારના કોઈ પદાર્થની સાથે એ દુઃખની તૂલના થઈ શકે તેમ નથી.
તે બધા નારકીઓ હીનાંગ, કૂબડા નપુંસક, દુર્ગંધી, ખરાબ કાળા રંગવાળા કઠોર અને
દેખવામાં અપ્રિય હોય છે. મરેલા કૂતરા–બિલાડા–ગધેડાના કલેવરના ઢગલામાંથી જે દુર્ગંધ
આવે તેના કરતાંય નારકીના શરીર વધુ દુર્ગંધી છે.–આમ પૂર્વના પાપકર્મોથી તે જીવો
અતિશય દુઃખી છે.