Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 57

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૧ :
ક્યાંથી હોય? પાપના ઉદયથી તે જીવ અંતર્મુહૂર્તમાં દુર્ગંધિત, ઘૃણિત, દેખવું ન ગમે તેવું
અને બેડોળ આકારનું શરીર રચે છે. અને પછી, જેમ ઝાડ ઉપરથી પાન નીચે તૂટી પડે
તેમ તે નારકી જીવ ધગધગતી નરકભૂમિ ઉપર પટકાય છે; તે ભૂમિમાં ખોડાયેલા
અણીદાર હથિયારો ઉપર તે પડે છે અને તેના શરીરની બધી સંધિ છિન્નભિન્ન થઈ જાય
છે,–ક્યાં હાથ, ક્યાં પગ, ક્યાં મોઢું એમ બધું વેરવિખેર થઈ જાય છે, એટલે મહા
પીડાથી દુઃખિત થઈને તે જીવ રાડેરાડ પાડીને રોવા લાગે છે. ત્યાંની ભૂમિની અપાર
ગરમીથી તપ્તાયમાન થયેલો તે જીવ વ્યાકુળતાથી પડતાં વેંત જ ધગધગતા તાવડામાં
પડેલા તલની જેમ ઊછળે છે અને પાછો નીચે પડે છે. પડતાં વેંત જ અતિશય ક્રોધી
બીજા નારકી જીવો તેને ખૂબ મારે છે ને શસ્ત્રોથી તે નવીન નારકીના શરીરના કટકે
કટકા કરી નાંખે છે. જેમ લાકડીથી મારતાં પાણીનાં ટીપેટીપાં છૂટા પડે ને પાછા ભેગા
થાય–તેમ તે નારકીનું શરીર હથિયારોના પ્રહારથી છિન્નભિન્ન વેરવિખેર થઈને
ક્ષણભરમાં પાછું સંધાઈ જાય છે.–એથી તે મહા દુઃખ પામે છે.
શતમુખમંત્રી નારકીના જે દુઃખો ભોગવી રહ્યો છે–તે નારકીના દુઃખોનું વર્ણન કરતાં
શ્રી પ્રીતિંકર ભગવાન કહે છે કે–તે નારકીઓ પૂર્વવેરને યાદ કરી કરીને પરસ્પર લડે છે;
ત્રીજી નરક સુધી અસુરકુમાર જાતિના અતિશય ભયંકર દેવો તે નારકીઓને પૂર્વવેરનું
સ્મરણ કરાવીને અંદરોઅંદર લડાવી મારે છે. કોઈ નારકીઓ ગીધપક્ષીનું રૂપ ધારણ કરીને
વજ્ર જેવી ચાંચથી નારકીના શરીરને ચીરી નાંખે છે, તથા કાળા કાળા શિયાળ–કૂતરા વગેરે
તીવ્ર નખોથી તેને ફાડી ખાય છે. હજારો કાળોતરા સર્પ ને વીંછી એકસાથે ઝેરી ડંખ દે છે.
કેટલાક નારકીઓ ઉકળતા તાંબાનો રસ પીવડાવે છે, કેટલાક નારકીના કટકા કરીને તેને
ઘાણીમાં તલની માફક પીલી નાખે છે, ને કેટલાકને તાવડામાં ઉકાળીને તેનો રસ કરી નાંખે
છે; પૂર્વે જે જીવો માંસભક્ષી હતા તેમના શરીરમાંથી કટકા કાપી કાપીને તેમને જ
બળજબરીથી ખવડાવે છે, તથા સાણસીવડે તેનું મોઢું ફાડીને બળજબરીથી તેને લોઢાના
ધગધગતા ગોળા ખવડાવે છે. પૂર્વે પરસ્ત્રીમાં રત હતા તે નારકીને ધગધગતી લાલચોળ
લોઢાની પૂતળી સાથે આલિંગન કરાવે છે, જેનો સ્પર્શ થતાં જ તે સળગી ઊઠે છે, તેની
આંખ ફાટી જાય છે, ને મૂર્છિત થઈને તે જમીન ઉપર ઢળી પડે છે; તરત બીજા નારકીઓ
લોઢાના ચાબુકથી તેને મારે છે. અરે, આવી ઘોરાતિઘોર પીડા અધર્મના સેવનથી જીવ
નરકમાં ભોગવે છે–જેનું વર્ણન વાણીમાં પૂરું આવતું નથી.
ત્યાં કાંટાવાળા ધગધગતા લોઢાના ઝાડ (સેમરવૃક્ષ) ઉપર નારકીને
જબરજસ્તીથી ચડાવે છે; પછી તેને ઉપરથી નીચે, ને નીચેથી ઉપર ઢસેડે છે, તેથી તેનું
આખું શરીર છોલાઈ જાય છે; ગંધાતા રસથી ભરેલી નદીમાં કોઈ નારકીને ફેંકે છે, તેમાં
તેનું શરીર ઓગળી જાય છે. કોઈ નારકીને અગ્નિશૈયા ઉપર સુવડાવે છે. ત્યાંની
ગરમીથી દુઃખી થયેલો નારકી જ્યાં અસિપત્રના વનમાં આશરો લેવા જાય છે