Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 57

background image
: ૨૪ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
યાદ આવતાં વિષયોથી અત્યંત વિરક્ત થઈને તે કઠિન તપશ્ચર્યા કરવા લાગ્યો, અને
આયુપૂર્ણ થતાં સમાધિમરણપૂર્વક દેહ છોડીને તે સ્વર્ગનો ઈન્દ્ર થયો. જુઓ, ક્યાં તો
નારકી ને ક્્યાં ઈન્દ્રપદ! જીવ પોતાના પરિણામઅનુસાર વિચિત્ર ફળ પામે છે. હિંસાદિ
અધર્મ કાર્યોંથી જીવ નરકાદિ નીચ ગતિને પામે છે, ને અહિંસાદિ ધર્મકાર્યોથી તે સ્વર્ગાદિ
ઉચ્ચ ગતિને પામે છે. માટે ઉચ્ચપદના અભિલાષી જીવોએ સદા ધર્મની આરાધનામાં
તત્પર રહેવું જોઈએ. બ્રહ્મસ્વર્ગમાં ઊપજેલા તે બ્રહ્મેન્દ્રે (શતબુદ્ધિના જીવે)
અવધિજ્ઞાનવડે શ્રીધરદેવના મહાન ઉપકારને જાણ્યો, ને તેમના જ પ્રતાપથી
નરકદુઃખોથી છૂટીને આ ઈન્દ્રપદ પ્રાપ્ત થયું છે–એમ સમજીને પાંચમા બ્રહ્મસ્વર્ગમાંથી
બીજા સ્વર્ગે આવીને પોતાના કલ્યાણકારી મિત્ર શ્રીધરદેવની અત્યંત આદરપૂર્વક ભક્તિ
કરી, બહુમાન કર્યું.
(આપણા ચરિત્રનાયકને હવે પાંચ ભવ બાકી રહ્યા છે. તેઓ પૂર્વના દશમા ભવે
મહાબલરાજા હતા; પછી લલિતાંગદેવ, પછી વજ્રજંઘ, પછી ભોગભૂમિમાં
સમ્યક્ત્વપ્રાપ્તિ, ને પછી આ બીજા સ્વર્ગમાં શ્રીધરદેવ થયા; હવે આ શ્રીધરદેવનું
આયુષ્ય પૂર્ણ થતાં પછીના ભવમાં તે વિદેહક્ષેત્રમાં ઊપજશે ને મુનિ થશે, પછી સ્વર્ગમાં
જઈ પાછા વિદેહક્ષેત્રની પુંડરગીરીનગરીમાં અવતરશે ને ત્યાં ચક્રવર્તી થઈ દીક્ષા લઈ
તીર્થંકરપ્રકૃતિ બાંધશે; ત્યાંથી સર્વાર્થસિદ્ધિમાં જશે ને પછી છેલ્લો ઋષભઅવતાર થશે.
મહાપુરાણના આધારે આ પ્રસંગોનું આનંદકારી વર્ણન વાંચવા માટે આત્મધર્મની આ
લેખમાળા વાંચતા રહો.)
આત્મવિશ્વાસ અને દ્રઢતાપૂર્વક તું
તારા હિતમાર્ગમાં આગળ વધજે.
આ મનુષ્યજીવનરૂપી ચિન્તામણિને
જે દુર્વાસનાના દરિયામાં ફેંકી દ્યે એના જેવો
મૂર્ખ કોણ?
તું એવો મૂર્ખ ન બનીશ.....જીવનની
એકેક ક્ષણનો આત્મહિતને અર્થે ઉપયોગ
કરજે.