: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૨૫ :
વિ વિ ધ વ ચ ના મૃ ત
(આત્મધર્મનો ચાલુ વિભાગ: લેખાંક ૨૧)
(૨૭૧) હે જીવ! સત્સંગના આ ઉત્તમ યોગમાં તું એવું કામ કર કે જેથી તારા
જ્ઞાનધામમાં તારો નિવાસ થાય, તને આનંદ થાય, ને દુઃખ કદી ન થાય.–
આવી ધર્મસાધના કરવાનો આ અવસર છે.
(૨૭૨) જેમ ઊંડા પાણીમાં ડૂબતો મનુષ્ય પોતાની ગભરામણ આડે આખા જગતને
ભૂલી જાય છે; તેમ ચૈતન્યસાગરમાં ઊંડો ઊતરીને ધ્યાનમાં જે મગ્ન થયો તે
જીવ પોતાના અતીન્દ્રિય આનંદ આડે આખા જગતને ભૂલી જાય છે.
(૨૭૩) શબ્દનો શણગાર કે વિકલ્પોની વણઝાર એનામાં આત્મમહિમાને પ્રસિદ્ધ
કરવાની તાકાત નથી. અનુભવગમ્ય એવું આત્મતત્ત્વ, તે શબ્દોમાં કે
વિકલ્પોમાં ક્્યાંથી આવે?
(૨૭૪) જગતમાં જેટલા પવિત્ર પરિણામ છે તે બધાય આત્માના જ આશ્રયે છે, બીજે
ક્્યાંય નથી.
(૨૭પ) સમ્યક્ત્વનો કોઈ અકથ્ય અને અપૂર્વ મહિમા જાણી તે પવિત્ર કલ્યાણમૂર્તિરૂપ
સમ્યગ્દર્શનને, આ અનંત અનંત દુઃખરૂપ એવા અનાદિ સંસારની આત્યંતિક
નિવૃત્તિ અર્થે હે ભવ્યો! તમે ભક્તિપૂર્વક અંગીકાર કરો, સમયે સમયે
આરાધો. જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણે ગુણોને ઉજ્જવળ કરનાર એવી એ
સમ્યક્શ્રદ્ધા પ્રથમ આરાધના છે.
– આત્માનુશાસન
(૨૭૬) હે શ્રાવક! આ ભવદુઃખ તને વહાલા ન લાગતા હોય ને સ્વભાવનો અનુભવ
તું ચાહતો હો, તો તારા ધ્યેયની દિશા પલટાવી નાંખ; જગતથી ઉદાસ થઈ
અંતરમાં ચૈતન્યને ધ્યાવતાં તને પરમ આનંદ પ્રગટશે ને ભવની વેલડી ક્ષણમાં
તૂટી જશે. આનંદકારી પરમ આરાધ્ય ચૈતન્યદેવ તારામાં જ બિરાજી રહ્યો છે.
(૨૭૭) તારો મોક્ષ તારા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રપરિણામથી છે, બીજા કોઈ વડે
તારો મોક્ષ નથી.
(૨૭૮) સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે સ્વસન્મુખ પરિણામ છે.
(૨૭૯) સ્વવસ્તુની કિંમતને ચૂકીને જે જીવ પરની કિંમત અધિક કરે છે તેના પરિણામ
પરસન્મુખ જ રહે છે; ને પરસન્મુખ પરિણામ તે જ સંસાર.
(૨૮૦) સ્વની ઉત્કૃષ્ટ કિંમત (મહિમા) ભાસે તો પરિણામ સ્વસન્મુખ થાય; ને
સ્વસન્મુખ પરિણામ તે મોક્ષનો માર્ગ છે.