: ૨૬ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
(૧૩)
(આ વખતે આ વિભાગમાં પ્રવચન ઉપરથી દશ પ્રશ્ન–ઉત્તર રજુ કરવામાં આવ્યા છે.)
(૧૨૧) પ્ર:– આત્માને જાણવાનું તત્કાળ ફળ શું?
ઉ:– આત્માના અતીન્દ્રિય આનંદનું વેદન થાય તે.
(૧૨૨) પ્ર:– ખરું જ્ઞાન કોને કહેવાય?
ઉ:– જ્ઞાનસ્વરૂપ આત્માને જ્ઞેય બનાવે તે જ સાચું જ્ઞાન છે.
(૧૨૩) પ્ર:– એક જીવની સાધક પર્યાયો કેટલી? ને સિદ્ધ પર્યાયો કેટલી?
ઉ:– એક જીવની સાધક પર્યાયો અસંખ્ય હોય છે, સિદ્ધપર્યાયો અનંત હોય છે.
(સાધકપર્યાયો સાદિ–સાંત છે; સિદ્ધપર્યાયો સાદિ અનંત છે.)
(૧૨૪) પ્ર:– સાધક જીવો કેટલા? સિદ્ધ જીવો કેટલા?
ઉ:– સાધકજીવો જગતમાં એક સાથે અસંખ્યાતા હોય છે; સિદ્ધજીવો અનંતા છે.
(૧૨પ) પ્ર:– મોક્ષને સાધવા માટે ઉલ્લસીત વીર્ય ક્્યારે થાય?
ઉ:– સ્વભાવસન્મુખ વળે ત્યારે વીરતા પ્રગટે ને મોક્ષને સાધવા માટે વીર્ય ઉલ્લસે.
(૧૨૬) પ્ર:– આત્માનો અનુભવ કરનાર શું છોડે છે.
ઉ:– આત્માનો અનુભવ કરનાર પરભાવોને છોડે છે ને નિજસ્વભાવને ગ્રહણ કરે છે.
(૧૨૭) પ્ર:– ધન્ય કોણ છે?
ઉ:– સર્વજ્ઞસ્વભાવી આત્માને જેણે જાણ્યો છે એવા જ્ઞાની–ભગવંત ધન્ય છે.
(૧૨૮) પ્ર:– કેવળી ભગવાનના ગુણોની સ્તુતિ કઈ રીતે થાય?
ઉ:– આત્માના જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતાવડે મોહને જીતવાથી કેવળી ભગવાનની
સાચી સ્તુતિ થાય છે.
(૧૨૯) પ્ર:– સમ્યગ્દ્રષ્ટિ ખરેખર ક્્યાં વસે છે.
ઉ:– સ્વઘર એવું જે પોતાનું શુદ્ધ તત્ત્વ તેમાં જ ખરેખર ધર્મી વસે છે; રાગમાં કે
પરમાં પોતાનો વાસ તે માનતા નથી.
(૧૩૦) પ્ર:– ગૃહસ્થાશ્રમમાં આત્માનો અનુભવ ને ધ્યાન હોય?
ઉ:– હા, ધર્મીને ગૃહસ્થપણામાં પણ આત્માનો અનુભવ અને ધ્યાન હોય છે; એના
વગર સમ્યગ્દર્શન જ સંભવે નહિ.